IPL 2020 MI vs DC: મુંબઈ ઈંડિયંસે દિલ્હી કૈપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યુ
અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 27 મી મેચમાં રવિવારે મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યુ હતુ. મુંબઈની ટીમે 193 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 163 રનનો લક્ષ્યાંક મેળવી લીધુ હતુ. મુંબઇ તરફથી ક્વિન્ટન ડિકોકે 36 બોલમાં 53 અને સૂર્યકુમાર યાદવે 32 બોલમાં 53 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ઇશાન કિશને 15 બોલમાં 28 રન બનાવ્યા હતા, જ્યારે કિરોન પોલાર્ડે 14 બોલમાં અણનમ 11 અને ક્રુનાલ પંડ્યાએ 7 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી કાગિસો રબાડા સૌથી સફળ બોલર સાબિત થયો તેણે પોતાની ચાર ઓવરમાં 28 રન આપીને 2 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા. આ સિવાય અક્ષર પટેલે 3 ઓવરમાં 24 રન, રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 35 રન અને માર્કસ સ્ટોઇનિસે 2.4 ઓવરમાં 31 રન આપીને એક એક વિકેટ લીધી હતી.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા છે. દિલ્હીની પહેલી વિકેટ પહેલા જ ઓવરમાં પડી હતી. પૃથ્વી શો માત્ર 4 રન બનાવી બોલ્ટની બોલિંગમાં આઉટ થયો. ત્યાર બાદ અજિંક્ય રહાણે પણ માત્ર 15 રન બનાવી આઉટ થયો. રહાણેની વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી. ત્યાર પછી શિખર ઘવન અને કેપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે સારી ભાગેદારી થઈ.
શિખર ધવને અડધી સદી ફટકારી 52 બોલમાં 69 રન બનાવ્યા. જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. શિખર અંત સુધી અણનમ રહ્યો. જ્યારે અય્યરે 33 બોલમાં 42 રન ફટકાર્યા. તેણે 5 ચોગ્ગા માર્યા. અય્યરની વિકેટ પણ કૃણાલ પંડ્યાએ લીધી. સ્ટોઇનિસ 13 રન બનાવી રન આઉટ થયો. જ્યારે એલેક્સ કેરી 14 રન બનાવી નાબાદ રહ્યો. આમ દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા