શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (09:02 IST)

IPL 2020 SRHvKXIP: હારથી નિરાશ કેએલ રાહુલે હાર માટે જાણો કોણે જવાબદાર ઠેરવ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League) 13 મી સીઝનની 22 મી મેચમાં કિંગ્સ  XI પંજાબને(Kings XI Punjab) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 69 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો. આ ટુર્નામેન્ટમાં કેએલ રાહુલની ટીમને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ટીમનું મનોબળ પણ તૂટી ગયું હશે, કારણ કે આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (ચેન્નાઈ સુપર કિંગ્સ) કિંગ્સ ઇલેવન પંજાબને 10 વિકેટથી હરાવ્યુ હતુ. મેચ બાદ કપ્તાન કેએલ રાહુલે કહ્યું કે ટીમને કયા કારણોસર હારનો સામનો કરવો પડ્યો.
 
કિંગ્સ ઇલેવન પંજાબની 202 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ રાશિદ ખાન (12 રન ત્રણ વિકેટ), ખલીલ અહમદ (24 રન બે વિકેટ) અને ટી નટરાજન (24 રન બે વિકેટ) ની શાનદાર બોલિંગની આગળ નિકોલસની.પુરન (77) ની તોફાની ઇનિંગ્સ હોવા છતાં, 16.5 ઓવરમાં 132 રન બનાવીને હારી ગઈ. 
 
ડેવિડ વૉર્નર અને જોની બેરિસ્ટો
 
જોની બેરસ્ટો અને ડેવિડ વૉર્નરે શાનદાર પ્રારંભ કર્યો હતો. વર્તમાન સિઝનમાં સદીની ભાગીદારી ઘણી ઓછી જોવા મળી છે, ત્યારે આ બંનેએ પહેલી વિકેટ માટે 160 રન ઉમેર્યા હતા અને ટીમનો રનરેટ દસથી વધુનો જાળવી રાખીને બેટિંગ કરી હતી. બંનેએ 15 ઓવરમાં જ 160 રન કરી નાખ્યા હતા. પહેલી વિકેટ માટે હૈદરાબાદની આ બીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી હતી. અગાઉ આ જ બે બૅટ્સમૅને 2019માં બૅંગ્લોર સામે 185 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી, જે IPLના ઇતિહાસમાં પ્રથમ વિકેટ માટેની બેસ્ટ ભાગીદારી છે.
 
એ વખતે બેરસ્ટોએ સદી ફટકારી હતી, જ્યારે આ મૅચમાં તેઓ ત્રણ રનથી સદી ચૂકી ગયા હતા. IPLમાં જોની બેરસ્ટો પહેલી વાર નર્વસ નાઇન્ટીમાં આઉટ થયા હતા. તેમણે 55 બૉલમાં છ સિક્સર અને સાત બાઉન્ડરી સાથે 97 તથા વૉર્નરે 50 બૉલમાં 52 રન ફટકાર્યા હતા. આ જોડી વિખૂટી પડ્યા બાદ કેન વિલિયમ્સન 20 રન કરી શક્યા હતા.
 
મેચ બાદ શુ બોલ્યા રાહુલ 
મેચ બાદ રાહુલે કહ્યું, "જ્યારે તમે પાવર પ્લેમાં આટલી વિકેટ ગુમાવતા હોય ત્યારે મુશ્કેલી થાય છે. ખાસ કરીને જ્યારે તમે છ બેટ્સમેનો સાથે રમતા હોય.  મયંક અગ્રવાલનુ રનઆઉટ થવુ ખૂબ ખરાબ લાગ્યુ.  આ સિવાય, અમે જે શોટ રમ્યા હતા તે ફિલ્ડરોના હાથમાં ગયા હતા. જોકે રાહુલે ડેથ ઓવરમાં વધુ સારી બોલિંગ બદલ બોલરોની પ્રશંસા કરતાં કહ્યું કે તે પોઝિટિવ બાજુ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને અંતિમ પાંચ ઓવરમાં લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઇ (29 રન આપીને ત્રણ વિકેટ) અને અર્શદીપસિંહે (33 રન આપીને બે વિકેટ) ઝડપી હતી, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 41 રન જ ઉમેરી શક્યુ હતુ. 
 
તેમણે કહ્યું, 'છેલ્લી  પાંચ મેચોમાં અમે  ડેથ બોલિંગ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ આ મેચમાં તે સકારાત્મક હતી. બોલરોએ હિંમત બતાવી અને પુનરાગમન કર્યું, આવી શરૂઆત પછી તમે તેમની 230 કરતા વધારે રનની અપેક્ષા કરી શકો છો. રાહુલે અર્ધ સદી ફટકારનારા નિકોલસ પૂરણની પ્રશંસા કરતા કહ્યું કે, 'પૂરણને બેટિંગ કરતા જોવું ખૂબ જ સારું છે અને તે શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ગયા વર્ષે પણ જ્યારે પણ તક મળે ત્યારે તે કરી હતી.