સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (10:30 IST)

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં ITની રેડ પડતા અફડાતફડીનો માહોલ, પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે દરોડા

લાંબા સમય પછી આવકવેરા ખાતું અમદાવાદમાં ત્રાટકયું . શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર ગ્રુપ ફરી એકવખત ચર્ચાઓમાં આવ્યા છે. અમદાવાદમાં પોપ્યુલર ગ્રુપના ત્યાં ITના દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગે આજે એક સાથે 25 જગ્યાએ દરોડા પાડ્યા છે. શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડા પડતા અન્ય બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પોપ્યૂલર બિલ્ડર ગ્રૂપમાં ITની રેડ પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારમાં જ આઈટી વિભાગે અમદાવાદમાં 25 જગ્યાએ રેડ પાડી છે. શહેરના વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યૂલર ગ્રૂપની ઓફિસ અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન ચાલું છે. આ સિવાય દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ, છગન પટેલ અ ને લક્ષ્મણ પટેલને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતના સૌથી મોટા લેંડ બિઝનેસકરોમાં તેમનુ નામ આવે છે. હજારો કરોડની તેમની જમીનસંપત્તિ હોવાનુ મનાય છે. મળતી માહિતી પ્રમાણે સવારે 8 વાગ્યાથી IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિવાદમાં પોપ્યૂલર ગ્રુપ આવ્યું હતું.