શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 નવેમ્બર 2021 (11:49 IST)

2 એપ્રિલથી શરૂ થશે IPLની 15મી સિઝન:અમદાવાદની ટીમ પ્રથમ વખત રમશે, 10 ટીમોની તમામ 74 મેચો ભારતમાં જ રમાશે

2 એપ્રિલે ચેન્નઈમાં પ્રથમ મેચ
ક્રિકેટ વેબસાઇટ ક્રિકબજ અનુસાર, IPL 2022ની શરૂઆત 2 એપ્રિલથી થઈ શકે છે. પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે. ફાઈનલ મેચ 4 અથવા 5 જૂને રમાઈ શકે છે. બધી ટીમોને પહેલાની જેમ 14-14 મેચ રમવાની રહેશે. 7 મેચ ઘર આંગણે અને 7 મેચ બહાર રમાશે. 
 
IPLની શરૂઆત 2008થી થઈ હતી. રાજસ્થાન રોયલ્સે 2008માં આઈપીએલની પ્રથમ ટાઇટલ જીત્યું હતું
IPL2022નો કાર્યક્રમ લગભગ નક્કી થઈ ગયો છે. નવી સિઝનની શરૂઆત એપ્રિલના પ્રથમ સપ્તાહથી થશે. એમએસધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ 2021માં ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. 

IPLમાં બે નવી ટીમો, અમદાવાદની ટીમ પ્રથમ વખત રમશેઆઈપીએલમાં આગામી સિઝનથી 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે. બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. IPL 2022માં અમદાવાદ અને લખનઉની ટીમો પણ ભાગ લેશે. અમદાવાદની ટીમ પ્રથમ વખત IPLમાં રમવા મેદાનમાં ઉતરશે.