શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 નવેમ્બર 2021 (12:14 IST)

ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો, કીવી ટીમ જીતી તો આપણે થઈ જશું બહાર

T20 વર્લ્ડ કપની મેચમાં રવિવારે અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની છે. જો અફઘાનિસ્તાન આ મેચ જીતે તો ભારત સેમીફાઈનલમાં પહોંચવાના દરવાજા ખુલશે. બીજી તરફ જો ન્યુઝીલેન્ડની ટીમ જીતશે તો ભારતનો રસ્તો બંધ થઈ જશે.
 
ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન બંને ટીમો હજી પણ સેમી ફાઈનલની રેસમાં છે. ન્યુઝીલેન્ડ માટે સમીકરણ સીધા જ છે. તે મેચ જીતશે તો સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવશે.
 
જો અફઘાન ટીમ આજે જીતે છે તો ભારતની ટીમને નામીબિયા સામેની મેચ પહેલા જ ખબર પડશે કે તેણે કેટલા અંતરેથી મેચ જીતવાની છે.