બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 7 નવેમ્બર 2021 (10:38 IST)

ઇરાક: PM આવાસ પર હુમલો

ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના ઘર પર રવિવારે વહેલી સવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં તેઓ બચી ગયા હતા. ઇરાકી સૈન્યએ જણાવ્યું કે આજે સવારે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને બગદાદમાં પીએમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ PM કદીમીની હત્યાનો પ્રયાસ હતો. આ હુમલામાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત 6 લોકો ઘાયલ થયા છે.