ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (17:09 IST)

IPL ઓક્શન માટે 1214 ખેલાડીઓના નામ રજિસ્ટર - 896 ભારતીય અને 318 વિદેશી પ્લેયર્સએ નોંધાવ્યુ નામ, 217 ખેલાડી રહી શકે છે ઓક્શનનો ભાગ

આ વર્ષની IPLની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. શનિવારે, BCCIએ 1,214 ખેલાડીઓની યાદી જાહેર કરી. આ ખેલાડીઓમાંથી 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ છે. આ બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે. હરાજીમાં 41 સહયોગી દેશોના 270 કેપ્ડ પ્લેયર્સ, 903 અનકેપ્ડ પ્લેયર્સ અને પ્લેયર્સની નોંધણી કરવામાં આવી છે.
 
આ વખતે ઘણા મોટા ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લેવાના નથી. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલે નીલામીમાં પોતાનું નામ આપ્યું નથી. સાથે જ  ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક, ઈંગ્લેન્ડના સેમ કુરન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ, ક્રિસ વોક્સે પણ હરાજીમાં તેમના નામ સામેલ કર્યા નથી.
 
જો દરેક ફ્રેન્ચાઈઝીની ટીમમાં 25 ખેલાડીઓ હોય તો હરાજીમાં 217 ખેલાડીઓને ખરીદવામાં આવશે. જેમાં 70 વિદેશી ખેલાડીઓના નામ હશે. એવું માનવામાં આવે છે કે તમામ ટીમો તેમના ખેલાડીઓનો ક્વોટા પૂરો કરશે. આવી સ્થિતિમાં હરાજીમાં 200થી વધુ ખેલાડીઓના નામની બોલી લગાવવામાં આવે તેવી પુરી સંભાવના છે.
 
2 કરોડની બેઝ પ્રાઈઝમાં 17 ભારતીય અને 32 વિદેશી ખેલાડીઓ
 
મેગા ઓક્શન માટે બહાર પાડવામાં આવેલી બે કરોડની બેઝ પ્રાઈઝની યાદીમાં 49 ખેલાડીઓ છે. આ યાદીમાં 17 ભારતીય છે જ્યારે 32 વિદેશી ખેલાડીઓ છે. આ યાદીમાં ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન ઉપરાંત શ્રેયસ અય્યર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈનાનું નામ છે.
 
બીજી બાજુ વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નર, કાગિસો રબાડા, ડ્વેન બ્રાવો સિવાય પેટ કમિન્સ, એડમ ઝમ્પા, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વુડ, ટ્રેન્ટ બોલ્ટ અને ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા નામ છે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મેગા હરાજીમાં ફ્રેન્ચાઈઝી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા નામો બિડિંગ માટે મૂકવામાં આવશે.
 
33 ખેલાડીઓને કરવામાં આવ્યા છે રિટેન 
 
IPL 2022 માટે 33 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. 8 ટીમોએ 27 ખેલાડીઓને રિટેન કર્યા છે. સાથે જ  2 નવી IPL ટીમોએ તેમની ટીમમાં 6 ખેલાડીઓનો ઉમેરો કર્યો છે. કેએલ રાહુલને લખનૌએ પોતાની ટીમમાં 17 કરોડમાં જોડ્યો છે.
 
આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. આ પહેલા RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ 2018થી 2021ની સીઝનમાં માત્ર 17 કરોડ રૂપિયા મળતા હતા. લખનૌએ કેએલને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે.
 
વર્ષ 2018 બાદ IPLની પહેલી મોટી હરાજી થવા જઈ રહી છે. IPL 2018ની મેગા ઓક્શનમાં કુલ 8 ટીમો હતી. આ વખતે હરાજીમાં 10 ટીમો ભાગ લેશે. 10 ટીમોએ મળીને 33 ખેલાડીઓ પર કુલ 338 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.