રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (12:21 IST)

2022થી IPLમાં રમશે ગુજરાતની ટીમ, 8 નહી 10 ટીમો ભાગ લેશે

આઇપીએલની 2022ની મેચમાં 10 ટીમો ભાગ લેશે. હાલમાં આઇપીએલમાં 8 ટીમો રમી રહી છે અને વધુ બે ટીમો ઉમેરાશે. આ બંને ટીમોમાંથી એક ટીમ અમદાવાદની થઇ શકે છે. BCCI ની સામાન્ય બેઠક પુરી થઇ ચૂકી છે. આ બેઠકમાં કોરોના મહામારી વચ્ચે ખેલાડીઓ સામે મુદ્દાઓ પર ચર્ચા થઇ. કોરોના મહામારી વચ્ચે પુરૂષ અને મહિલા ક્રિકેટરોને ગંભીર કઠિનાઓ સાથે સાથે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ચર્ચાના અંતમાં નક્કી કરવામાં આવ્યો કે પ્રથમ શ્રેણીની ખેલાડી મહિલા અથવા પુરૂષ તેને કોરોના મહામારીને જોતાં મળતવર આપવામાં આવશે. 
 
વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે આઇપીએલમાં રમી રહેલી આઠ ટીમોમાં અન્ય બે ટીમો સામેલ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રુપ અને હોયનકા ગ્રુપની અમદાવાદ ફ્રેંચાઇઝીમાં રસ છે. મહત્વરૂપથી આઇપીએલની ગત સીઝનની માફક 2021માં ફક્ત 8 ટીમો ભાગ લેશે અને આ વાખતે મેગા એક્શન બદલે મિની એક્શન હશે. એ પણ ચર્ચા કરવામાં આવી કે શું બે ટીમોને સામેલ કરવાનો નિર્ણય લીધા પહેલાં સમય મર્યાદા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. BCCI ના આ નિર્ણયના કારણે 2022માં આઇપીએલમાં 10 ટીમો રમશે. 
 
મહિમા વર્માના રાજીનામાના કારણી BCCI ના ઉપાધ્યક્ષનું પદ ખાલી હતું, હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા બીસીસીઆઇના નવા ઉપાધ્યક્ષ બની ગયા છે. બીજી તરફ BCCI એ કહ્યું કે તે 2028 ઓલંપિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનું પુરૂ સમર્થન કરશે. પરંતુ તે પહેલાં બોર્ડ કેટલાક મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ સાથે સ્પષ્ટીકરણ માંગી રહ્યું છે. 
 
બેઠકમાં ક્રિકેટરના વીમા ક્વરને વધારીને 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું. આ પહેલાં વીમા કવર 5 લાખ રૂપિયા હતું. બીજી તરફ BCCI દ્વારા એમ્પાયરો, મેચ રેફરી અને સ્કોરરરની સેવાનિવૃતિની ઉંમર 60 વર્ષ કરી દીધી છે. 
 
BCCI ના અનુસાર ઘરેલૂ સત્ર જાન્યુઆરીમાં સૈયદ મુશ્તાક અલી ટી 20 ટૂર્મામેંટ શરૂ થશે. આ ટૂર્નામેંટ 10 જાન્યુઆરીથી શરૂ થશે. ત્યારબાદ 26 તથા 27 જાન્યુઆરીના રોજ ક્વાર્ટર ફાઇનલ, 29 જાન્યુઆરીના રોજ સેમીફાઇનલ તથા 31 જાન્યુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે. ટૂર્નામેંત બાયો-બબલમાં રમાશે. ટૂર્નામેંટના ગ્રુપ મેચ બેંગ્લોર, વડોદરા, ઇંદોર, ચેન્નઇ અને કલકત્તા વચ્ચે રમાશે. 38 ટીમોને 5 એલીટ ગ્રુપ અને એક પ્લેટ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે.