શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 જૂન 2017 (16:47 IST)

Viral Video - કોહલી જાડેજાને થપ્પડ મારીને Out કરશે

કહેવાય છે કે મંદિર તોડો, મસ્જિદ તોડો પણ કોઈ માસૂમનું દિલ ન તોડો. ટીમ ઈંડિયા અને તેના કપ્તાન વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં આ પાપ કરી નાખ્યુ. મેચ પછી વાયરલ થયેલા એક વીડિયોમાં આ માસૂમ જડેજાના આઉટ થવાથી ખૂબ જ નારાજ છે અને તેને સમજાવતા તેનો નાનો ભાઈ કહી રહ્યો છે કે કોહલી જડેજાને થપ્પડ મારીને બહાર કરી દેશે. 
 
આ વીડિયોમાં ટીમ ઈંડિયાની બેટિંગથી નિરાશ એક માસૂમ રડતો દેખાય રહ્યો છે.  તેને વાતનો ખૂબ જ અફસોસ છેકે ટીમ ઈંડિયા આ મેચ હારી રહ્યુ છે અને તેની આઠ વિકેટ પડી ગઈ. 
 
વીડિયોમાં આદિ નામનો આબાળક એ પણ કહી રહ્યો છે કે તે પોતે કેમ આઉટ થઈ ગયો. બાળકની માતા તેને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. 
 
માસૂમ એ વાતથી નિરાશ છે કે જડેજાએ પહેલા હાર્દિક પંડ્યાને રન આઉટ કરાવી દીધો અને પછી તે પોતે પણ આઉટ થઈ ગયો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે ટીમ ઈંડિયાની શરમજનક સ્થિતિ જોઈને માસૂમને ખૂબ ગુસ્સો આવી રહ્યો છે અને તે હાર માટે જડેજાને જવાબદાર માની રહ્યો છે. 
 
વીડિયોમાં તેનો નાનો ભાઈ એવુ કહેતો દેખાય રહ્યો છે કે પંડ્યા જ્યારે કોહલીને આ વિશે બતાવશે અને કોહલી જડેજાને થપ્પડ મારીને બહાર કરી દેશે. 
 
આ વીડિયો એ વાતનુ પણ પ્રમાણ છે કે ટીમ ઈંડિયાની આ શરમજનક હારથી ભારતીય પ્રશંસકોનુ દિલ તૂટી ગયુ. ભલે જ ભારતે હોકીમાં પાકિસ્તાનને હરાવીને આ હારનુ દુખ ઓછુ કરવાનો પ્રયાસ કર્યો પણ ક્રિકેટ પ્રેમીઓ માટે આ પચાવી શકવુ એટલુ સહેલુ નહી રહે.