શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 3 જાન્યુઆરી 2022 (12:38 IST)

પાકિસ્તાનના ઓલરાઉંડર મોહમ્મદ હાફિજે ઈંટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, જાણો કેવુ રહ્યુ કરિયર

વર્ષ 2022ની શરૂઆતમાં પાકિસ્તાનના ક્રિકેટ ફેંસને મોટો ઝટકો લાગ્યો છે.  ઉલ્લેખનીય છે કે ટીમના દિગ્ગજ ઓલરાઉંડર મોહમ્મદ હફીજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. 41 વર્ષીય મોહમ્મદ હફીજ જમણા હાથના બેટ્સમેન અને બોલર છે. પાકિસ્તાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ક્રિકેટરોમાંથી એક હાફિજે 2018માં પોતાના ટેસ્ટ કરિયરમાંથી ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. 

પાકિસ્તાનના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક હાફીજની અંતિમ ટુર્નામેંટ 2021માં આયોજીત થયેલા ટી20 વર્લ્ડકપ હતો તેમા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ મુકાબલામાં તે અંતિમવાર રમ્યા હતા. અહી બતાવી દઈએ કે 2018માંજ હાફીજે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ અબુ ધાબીમાં ન્યુઝીલેંડના વિરુદ્ધ રમ્યા હતા. 

હફીજનુ પ્રદર્શન 
 
ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો હફીજે પાકિસ્તાન ટીમ માટે 55 મેચ રમી છે અને 10 સદીઓની મદદથી 3652 રન બનાવ્યા છે. આ ઉપરાંત હફીજે ઈંટરનેશનલ ટેસ્ટમાં 53 વિકેટ પણ લીધી છે. તેમણે ડેબ્યુ ટેસ્ટ મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ 2003માં રમી હતી. વનડે કેરિયર પર નજર નાખીએ તો મોહમ્મદ હફીજે 218 વનડેમાં 11 સદીની મદદથી 6614 રન બનાવ્યા અને 139 વિકેટ પણ લીધી છે. હફીજે ડેબ્યુ વનડે ઝિમ્બાબવે વિરુદ્ધ 2003માં રમીને ઈંટરનેશનલ ક્રિકેટની શરૂઆત કરી હતી.