સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 જુલાઈ 2019 (14:43 IST)

ધોની પર આઈસીસી - એ નામ જેણે ભારતીય ક્રિકેટનો ચેહરો બદલી નાખ્યો

ભારતીય વિકેટ કીપર બેટ્સમેન મહેન્દ સિંહ ધોની 7 જુલાઈના રોજ પોતાનો 38મો જનમ દિવસ ઉજવશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ શનિવારે આ ખેલાડીના વખાણ કર્યા. આઈસીસીએ કહ્યુ છે કે ધોની એ વ્યક્તિ છે જેણે ભારતીય ક્રિકેટનો ચેહરો બદલી નાખ્યો. 
 
ધોનીએ પોતાની કપ્તાનીમાં બધા આઈસીસી ટુર્નામેંટ જીત્યા છે. તે એકમાત્ર એવા કપ્તાન છે જેમણે આઈસીસીના 50 ઓવરનો વર્લ્ડકપ, વર્લ્ડ ટી 20 અને ચેમ્પિયંસ ટ્રોફી જીતી છે.  તેમની કપ્તાનીમાં ભારતીય ટીમ ટેસ્ટ અને વનડે બંને પ્રારૂપમાં નંબર એકના પગથિયે પહોંચી છે. તેમની કપ્તાનીમાં ચૈન્નઈ સુપર કિંગ્સે ત્રણવાર ઈંડિયન પ્રીમિયિર લીગ (આઈપીએલ)નો ખિતાબ પણ જીત્યો છે. 
 
આઈસીસીએ એક વીડિયો ટ્વીટ કર્યો એક એવુ નામ જેણે ભારતીય ક્રિકેટનો ચેહરો બદલી નાખ્યો. એક એવુ નામ જે દુનિયાભરમાં લાખો લોકોની પ્રેરણાસ્ત્રોત છે. એક એવુ નામ જે એક નિર્વિવાદનુ રૂપ છે.  મહેન્દ્ર સિંહ ધોની ફક્ત નામ જ નથી.