શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Modified: લંડન. , શનિવાર, 8 જૂન 2019 (12:07 IST)

BCCI ને ICCનો ઝટકો, ધોની નહી પહેરી શકે બલિદાન બૈજ

આઈસીસીનુ કડક વલણ અપનાવતા મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વકપ દરમિયાન બલિદન બેજ વાળુ વિકેટ કિપિંગ ગ્લવ્ઝ પહેરવાની મંજુરી આપી નથી.  બીસીસીઆઈ એ આ સ્ટાર ખેલાડી દ્વારા આ ચિન્હને લગાવવાનો આગ્રહ કર્યો હતો પણ વિશ્વ સંચાલન સંસ્થાના નિયમોનો હવાલો આપતા તેમની વાતને નકારી દીધી. આઈસીસીએ બીસીસીઆઈને જવાબ આપ્યો કે ધોની દ્વારા અગાઉની મેચમં વિકેટકિપિંગ ગ્લબઝ પર લગાવેલ બલિદાન બૈજને વિશ્વકપમાં પહેરવાની અનુમતિ નહી આપવામાં આવે કારણ કે આ ગ્લબઝ પર વ્યક્તિગત સંદેશ આપવો ખોટુ છે. 
 
ભારતની શરૂઆતની દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ મેચ દરમિયાન ધોનીના ગ્લબઝ પર ત્રિશુળવાળુ ચિહ્ન બનેલુ હતુ જે સિનાના પ્રતીક ચિન્હ જેવુ લાગી રહ્યુ હતુ. ધોની પ્રાદેશિક સેનાની પૈરાશૂટ રૈજીમેંટના માનદ લેફ્ટિનેંટ છે અને આ નિશાન તેમના પ્રતીક નિશાનનો ભાગ છે.  પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદે કહ્યુ હતુ કે આ ચિન્હ કોઈપણ નિયમનુ ઉલ્લંઘન નથી. 
 
શુ છે નિયમ 
 
ધોનીના બલિદાન પ્રતીક ચિન્હવાળા ગ્લબઝ પર વાંધો લાવવા પાછળ આઈસીસીનો એક નિયમ છે. નિયમ મુજબ ટીમ જર્સી અને અન્ય કોઈ વસ્તુ પર રાજનીતિક ધર્મ અને નસ્લભેદનો સંદેશ અંકિત ન હોવો જોઈએ.  આઈસીસીના ક્રિકેટ ઓપરેશન ડિપાર્ટમેંટ પાસેથી  અનુમતિ લીધા પછી આવુ કરી શકાય છે.  ગ્લબઝ પર ફક્ત મૈન્યુફેક્ચરરનુ જ ચિન્હ હોઈ શકે છે. 
 
બોર્ડને યોગ્ય પગલા ઉઠાવવા કહ્યુ હતુ 
 
કેન્દ્રીય ખેલ મંત્રી રિજિજૂએ પણ બીસીસીઆઈ ને આ મામલે યોગ્ય પગલા ઉઠાવવાની માંગ કરી હતી. રિજિજૂએ ટ્વિટર પર લખ્યુ હતુ, "સરકાર રમત નિયમોમાં હસ્તક્ષેપ નથી કર્તી. તે સ્વતંત્ર છે. પણ જ્યારે મુદ્દો દેશની ભાવનાઓ સાથે જોડાયેલો છે તો રાષ્ટ્રના હિતનુ ધ્યાન રાખવુ જરૂરી છે. હુ બીસીસીઆઈને આગ્રહ કરુ છુ કે તેઓ મહેન્દ્ર સિંહ ધોની ગ્લ્બસ મામલે યોગ્ય પગલા ઉઠાવે." 
 
ક્રિકેટ પ્રેમીઓમાં ગુસ્સાની લહેર 
 
આઈસીસીના આ નિર્ણય મામલે દેશભરના બધા ક્રિકેટ પ્રેમીઓમાં ગુસ્સો છે. ધોની સમર્થક ટ્વિટર અને સોશિયલ મીડિયા દ્વારા 
આઈસીસી પર પોતાની ભડાશ કાઢી રહ્યા છે.  લોકોનુ કહેવુ છે કે આઈસીસીએ દેશનુ અપમાન કર્યુ છે. તેથી ખેલાડીઓએ જોઈએ કે તેઓ વિશ્વકપ જીતીને દેશમાં પરત આવ્યા.