સંબંધિત સમાચાર
- Mrinank Singh: ક્રિકેટરમાંથી ઠગ બનેલ મૃણાંક સિંહ થયો અરેસ્ટ, હોટલ માલિકોથી લઈને ઋષભ પંત સુધી દરેકને લગાવી ચુક્યો છે ચુનો, જાણો ક્રાઈમ કુંડળી
- મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની રોહિત શર્મા કરશે? રીપોર્ટસમાં ખુલાસો
- IND vs SA Test: વિરાટના પરિવાર આવી મોટી મુસીબત? દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા અચાનક ઘરે પરત આવ્યા
- ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ, સાઉથ આફ્રિકા સામે જીતની સાથે જ કર્યું આ કામ
- મોહમ્મદ શમીને મળશે અર્જુન એવોર્ડ, કરવામાં આવ્યુ મોટુ એલાન, આ પ્લેયર્સની પણ લાગી લોટરી
Sandeep Lamichhane: IPL રમનાર નેપાળી ક્રિકેટર સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં દોષિત, જિલ્લા અદાલતે ચુકાદો આપ્યો
Nepali Cricketer Sandeep Lamichhane: આઈપીએલ રમી ચુકેલા નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. સંદીપ પર 18 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ સાબિત થયો છે. શુક્રવારે કાઠમંડુ જિલ્લા અદાલતે સંદીપને બળાત્કારના કેસમાં દોષી જાહેર કર્યો હતો. નેપાળના પૂર્વ કેપ્ટન પર ઓગસ્ટ 2022માં કાઠમંડુની એક હોટલમાં 18 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો, જે હવે સાબિત થઈ ગયો છે.
જો કે હજુ સુધી એ નક્કી કરવામાં આવ્યું નથી કે સંદીપને કેટલા સમય સુધી જેલમાં રાખવામાં આવશે, તે આગામી સુનાવણીમાં નક્કી કરવામાં આવશે, જે 10 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે. ન્યાયાધીશ શિશિર રાજ ધાકલની બેન્ચે શુક્રવારે એક અઠવાડિયા સુધી ચાલેલી સુનાવણી પૂરી કરી અને સ્પષ્ટ કર્યું કે ઓગસ્ટ 2022માં બળાત્કાર વખતે બાળકી સગીર નહોતી. આરોપ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે બળાત્કાર સમયે બાળકી સગીર હતી.
