ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 13 નવેમ્બર 2022 (11:51 IST)

Pak Vs Eng- આજે પાકિસ્તાન-ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વિશ્વકપની ફાઇનલ મૅચ રમાશે

પાકિસ્તાન સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સેમિફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી શક્યાં હતાં
 
ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલ ટી-20 વિશ્વકપની રવિવારે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ મૅચ યોજાશે.
 
પાકિસ્તાન સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સેમિફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી શક્યાં હતાં.
 
આ વખત ટી-20 વિશ્વકપ ટુર્નામેન્ટમાં ઘણા રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. જેમાં કહેવાતી ‘નબળી ટીમો’એ ‘મજબૂત ટીમો’ને હરાવી અને ઘણા કિસ્સામાં ટુર્નામેન્ટની બહારનો રસ્તો પણ દેખાડી દીધો હતો.
 
નોંધનીય છે કે આવા જ એક રોમાંચક મુકાબલામાં ઝિમ્બાબ્વેની ટીમે ફાઇનલિસ્ટ પાકિસ્તાનની ટીમને હરાવી હતી.
 
પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ફાઇનલ મૅચ મેલબર્નમાં યોજાશે.