1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (16:28 IST)

આફરીદી પાંચમી પુત્રીના પિતા બન્યા, આત્મકથામાં કહ્યુ હતુ - પુત્રીઓને આઉટડોર ગેમ નહી રમવા દઉ

શાહિદ અફરીદી
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ અફરીદી પાંચમીવાર પિતા બન્યા. શુક્રવારે પાકિસ્તાનના આ પૂર્વ ઓલરાઉંડરે પોતાની પાંચમી પુત્રી સાથે તસ્વીર શેયર કરી.  ઈસ્ટાગ્રામ પર શેયર આ તસ્વીર સાથે કેપ્શનમાં આફિરિદીએ ઈશ્વરનો આભાર પણ માન્યો. શાહિદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે. જો કે તેઓ આઈપીએલ છોડીને દુનિયાની બાકી ટી20 લીગમાં મેદાન પર નજર આવતા રહે છે. પાકિસ્તાન સુપર લીગ 20 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આફરીદીના વિશે હાલ એ સ્પષ્ટ નથી કે તે આ લીગમાં  મેદાન પર જોવા મળી રહ્યા છે. પાકિસ્તાન સુપર લીગ 20 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આફરિદી વિશે હાલ આ સ્પષ્ટ નથી કે આ લીગમાં રમશે કે નહી.
 
આફરીદીએ આપી માહિતી 
 
પાકિસ્તાનના આ પૂર્વ ઓલરાઉંડર થોડા સમયથી મેદાનથી દૂર છે. શુક્રવારે ઈસ્ટાગ્રામ પોસ્ટમાં શાહિદ પોતાની પાંચમી પુત્રીને ખોળામાં લઈને બેસેલા જોવા મળ્યા.  સાથે જ ચાર મોટી પુત્રીઓ પણ જોવા મળી રહી છે.  કેપ્શનમાં શાહિદે લખ્યુ, "ઉપરવાળાની અનંત કૃપા અને આશીર્વાદ છે. મારે ત્યા પહેલા જ ચાર પુત્રીઓ હતી. હવે પાંચમી પુત્રીએ પણ અમારા જીવનમાં પગ મુક્યો છે.  હુ મારા બધા મિત્રો અને ચાહકો સાથે આ સુખદ સમાચાર  શેયર કરી રહ્યો છુ. 

 
પુત્રીઓ ક્રિકેટ નહી રમવા જઉ 
 
આફરીદી પાંચમી પુત્રીના પિતા બની ગયા છે. જો કે મે 2019માં આવેલી તેમની આત્મકથા ગેમ ચેજરમાં તેમણે સ્પષ્ટ લખ્યુ હતુ કે તેઓ પોતાની કોઈ પુત્રીને ક્રિકેટ કે કોઈ બીજો આઉટડોર ગેમ નહી રમવા દે.  તેમણે કહ્યુ હતુ મારા નિર્ણયનુ કારણ સામાજીક અને ધાર્મિક છે. આફરીદીની પહેલાથી ચાર પુત્રીઓ છે. અન્શા, અજ્બા, અમારા અને અક્શા. તેમણે આત્મકથામાં લખ્યુ, "નારીવાદી વિચાર ધરાવતા લોકો મારા નિર્ણય વિશે ભલે જે પણ ઈચ્છે તે કહી શકે છે. પણ હુ મારી પુત્રીઓને આઉટડોર ગેમ રમવા કે ક્રિકેટ રમવાની પરમિશન નથી આપી શકતો. તે ઈચ્છે તો ઈંડોર સ્પોર્ટ્સ રમી શકે છે.