શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2023 (22:09 IST)

PBKS vs RCB, IPL 2023: RCBને મળી સિઝનની ત્રીજી જીત, સિરાજની કિલર બોલિંગમાં ફસાયુ પંજાબ

PBKS vs RCB, IPL 2023:  IPL 2023 ની 27મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાઈ હતી. બંને ટીમોની આ છઠ્ઠી મેચ હતી. આ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 24 રને હરાવીને સિઝનની ત્રીજી જીત નોંધાવી હતી. આજની મેચમાં પણ સેમ કરન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, જ્યારે RCBની કમાન આજે વિરાટ કોહલીના હાથમાં હતી. નિયમિત સુકાની ડુ પ્લેસિસ પ્રભાવશાળી ખેલાડી તરીકે આવ્યો અને તેણે 84 રનની ઇનિંગ રમી.
 
આ મેચમાં ટોસ હાર્યા બાદ આરસીબીની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે ટીમને શાનદાર શરૂઆત અપાવી અને આરસીબી માટે પાંચમી સર્વોચ્ચ ભાગીદારી પૂરી કરી. બંનેએ 97 બોલમાં એટલે કે 16.1 ઓવરમાં 137 રન ઉમેર્યા. જો કે આ પછી પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર વાપસી કરી હતી. જે બાદ આરસીબીની ટીમ છેલ્લા 23 બોલમાં માત્ર 37 રન જ બનાવી શકી હતી. અંતે ટીમનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 174 રન હતો. ડુ પ્લેસિસે 84 અને વિરાટે 59 રન બનાવ્યા હતા.