રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2022 (09:34 IST)

બાંગ્લાદેશ સામેની સિરીઝમાં રવીન્દ્ર જાડેજાને સ્થાન ન મળ્યું

BCCIએ આગામી બાંગ્લાદેશ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. રવીન્દ્ર જાડેજાને આ ટીમમાં સ્થાન મળી શક્યું નથી.
 
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર, રવીન્દ્ર જાડેજા હજુ પણ ઘૂંટણાની સમસ્યામાંથી બહાર આવ્યા નથી. સપ્ટેમ્બરમાં તેમના ઘૂંટણની સર્જરી થઈ હતી.
 
રવીન્દ્ર જાડેજાની જગ્યાએ બંગાળના ઑલરાઉન્ડર શહબાઝ અહમદને સ્થાન મળ્યું છે. શહબાઝ અહમદ ન્યૂઝીલૅન્ડમાં ત્રણ મૅચની વન ડે સિરીઝમાં ભારતીય ટીમમાં સામેલ હતા.
 
તેમણે આ વર્ષે સપ્ટેમ્બરમાં દક્ષિણ આફિક્રા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
 
ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા ખેલાડી- રોહિત શર્મા (કૅપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કૅપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શહબાજ અહમદ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન.