ડ્રોન હુમલાથી રાવલપિંડી હચમચી ઉઠ્યું, સ્ટેડિયનને ભારે નુકશાન, પાકિસ્તાન સુપર લીગ રદ થશે?
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ૮ મેના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાં એક વિસ્ફોટ થયો, જેના કારણે અંધાધૂંધી મચી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં આવેલી એક રેસ્ટોરન્ટની ઇમારતને નુકસાન થયું છે. અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ, પાકિસ્તાન સુપર લીગ 2025 ખતરામાં છે. કારણ કે આજે એટલે કે 8 મેના રોજ PSL 2025માં પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સ વચ્ચે મેચ રમાશે.
આ મેચ 8 મેના રોજ રમાશે
પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સ વચ્ચેની મેચ 8 મેના રોજ રાવલપિંડી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ મેચનું આયોજન કરવા માટે તૈયાર હતું. પરંતુ થોડા કલાકો પહેલા સ્ટેડિયમ નજીક ડ્રોન ક્રેશ થયાના સમાચારથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. ડ્રોન હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.