રોહિત શર્માએ કરી સંન્યાસની જાહેરાત, કહ્યું 'હું હવે ટીમ ઈન્ડિયા માટે ઉપલબ્ધ નથી..'
બેટ્સમેન અને કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લા કેટલાક મહિના કંઈ ખાસ રહ્યા નથી. આ પહેલા રોહિત શર્માને શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
જે બાદ હાલમાં જ ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડના હાથે 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
રોહિત શર્મા નિવૃત્તિની જાહેરાત કરી શકે છે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી 5 ટેસ્ટ મેચોમાં બેટ્સમેન તરીકે ટીમ માટે વધુ પ્રદર્શન કર્યું નથી. ટેસ્ટ ક્રિકેટમાં રમાયેલી છેલ્લી 10 ઇનિંગ્સમાં રોહિત શર્માએ માત્ર 133 રન જ બનાવ્યા છે. જે બાદ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે જો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં આવું જ પ્રદર્શન કરશે તો કેપ્ટન રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી શકે છે.