સંબંધિત સમાચાર
- ભારતે બાંગ્લાદેશથી બીજી ટેસ્ટ મૅચ જીતી, 2-0થી સિરીઝ કબજે કરી
- IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ
- રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી
- Asia Cup 2024: બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈંડિયાની ફાઈનલમાં એંટ્રી, હવે પાકિસ્તાન સાથે થશે મુકાબલો
- BCCI એ નવા શેડ્યુલનુ કર્યુ એલાન, ભારતના પ્રવાસે આવશે આ 3 ટીમ
IND vs BAN: ગ્વાલિયર બાદ ટીમ ઈન્ડિયાએ જીત્યો દિલ્હીનો કિલ્લો, બાંગ્લાદેશ સામે કર્યું મોટું કારનામું
Nitish Kumar Reddy
IND vs BAN: ભારતે દિલ્હીમાં બીજી T20I મેચ જીતીને બાંગ્લાદેશ સામેની શ્રેણી જીતી લીધી. ભારતે પ્રથમ T20I મેચ 7 વિકેટે જીતી લીધી હતી અને હવે બીજી મેચ 86 રને જીતીને 3 મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહે શાનદાર અડધી સદી ફટકારી હતી.
Maiden T20I Half-Century for Nitish Kumar Reddy
— BCCI (@BCCI) October 9, 2024
Watch him hit two consecutive sixes off Rishad Hossain's bowling!
Live - https://t.co/Otw9CpO67y…… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/jmq5Yt711n
ભારતના 221 રનના સ્કોરનો પીછો કરતી વખતે બાંગ્લાદેશના બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને સમગ્ર ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 135 રન બનાવી શકી હતી. આ રીતે ભારતે વર્ષ 2024માં તેની 28મી જીત હાંસલ કરી હતી. હવે ભારત પાસે આગામી મેચમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતના રેકોર્ડની બરાબરી કરવાની તક હશે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ યુગાન્ડાના નામે છે. યુગાન્ડાએ વર્ષ 2023માં 29 જીત હાંસલ કરી હતી.
કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીત (સુપર ઓવરની જીત સહિત)
29 યુગાન્ડા (2023)
28 ભારત (2022)
21 તાંઝાનિયા (2022)
20* ભારત (2024)
20 પાકિસ્તાન (2020)
પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કર્યા બાદ અને 9 વિકેટે 221 રન બનાવ્યા બાદ ભારતે બાંગ્લાદેશની ઇનિંગ્સને 9 વિકેટે 135 રન પર રોકી દીધી હતી. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાએ સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને નીતિશ કુમાર રેડ્ડીએ બે-બે વિકેટ લીધી હતી. નીતીશ રેડ્ડીએ પોતાની બીજી મેચમાં શાનદાર અડધી સદી ફટકારવા ઉપરાંત 2 વિકેટ પણ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
