Semifinal Scenario: હવે પાકિસ્તાનનુ શુ થશે ? ભારતની જીત પછી હવે આવો છે ચેમ્પિયંસ ટ્રોફીના સેમીફાઈનલનો સિનેરિયો
Semifinal Scenario - આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફી 2025માં પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. મેજબાન હોવા છતા બે મેચ હાર્યા છતા પણ સેમીફાઈનલમા પહોચવાની તેની આશાઓ ધૂળમાં મળી ગઈ છે. ન્યુઝીલેંડ અને ભારત સામે હાર્યા બાદ પાકિસાનનુ ભાગ્ય હવે બીજા ટીમોના પ્રદર્શન પર નિર્ભર કરે છે. તેમને સેમીફાઈનલમાં સ્થાન બનાવવા માટે ભારત અને બાંગ્લાદેશની જીતની દુઆ કરવી પડશે.
પાકિસ્ગ્તાને પોતાની પહેલી મેચમાં ન્યુઝીલેંડ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હારથી તેના નેટ રન રેટને ખૂબ નુકશાન પહોચ્યુ. દુબઈમાં રમાયેલ બીજા મુકાબલામાં ચિર પ્રતિદ્વંદી ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના ખાતામાં હજુ સુધી કોઈ અંક નથી. પાકિસ્તાનને ફક્ત એક મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે, જે 27 ફેબ્રુઆરીના રોજ શેડ્યુલ છે. ગણિતીય રૂપથી પાકિસ્તાનની પાસે હજુ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. પણ આ માટે તેને ભારત અને બાંગ્લાદેશની મદદની જરૂર પડશે. આવો સમજીએ કે પાકિસ્તાન કેવી રીતે સેમીફાઈનલમાં પહોચી શકે છે...
ભારત અને બાંગ્લાદેશ ન્યુઝીલેંડને મોટા અંતરે હરાવે
પાકિસ્તાનનો સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ભારત અને બાંગ્લાદેશના હાથમાં છે. પાકિસ્તાનને આશા છે કે ભારત અને બાંગ્લાદેશ તેમની આગામી મેચોમાં ન્યુઝીલેન્ડને મોટા માર્જિનથી હરાવશે. જો આવું થાય, તો ત્રણ મેચ પછી ન્યુઝીલેન્ડના ફક્ત બે પોઈન્ટ રહેશે અને તેમનો નેટ રન રેટ પણ ઓછો રહેશે. આ પછી, પાકિસ્તાને તેની છેલ્લી મેચમાં બાંગ્લાદેશને મોટા માર્જિનથી હરાવવું પડશે. આના કારણે બાંગ્લાદેશ બે પોઇન્ટ પર રહેશે અને પાકિસ્તાનના પણ બે પોઇન્ટ થશે.
જો આવુ થયુ તો નેટ રન રેટથી થશે નિર્ણય
જો આવું થાય, તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડના બે-બે પોઇન્ટ થશે. આ સ્થિતિમાં, શ્રેષ્ઠ નેટ રન રેટ ધરાવતી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. ભારત ગ્રુપ-એમાંથી સેમિફાઇનલમાં પહોંચવાની રેસમાં પહેલાથી જ આગળ છે. બીજી ટીમનો નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે. જો ન્યુઝીલેન્ડ તેની બાકીની બે મેચોમાંથી કોઈપણ જીતશે તો પાકિસ્તાનની સફર અહીં સમાપ્ત થશે.
ન્યુઝીલેંડ બનામ બાંગ્લાદેશ મેચમાં જ થઈ જશે પાકિસ્તાનની કિસ્મતનો નિર્ણય
ન્યુઝીલેંડનો આગામી મુકાબલો બાંગ્લાદેશ સાથે રાવલપિંડીમાં સોમવારે થશે. જો કીવી ટીમ આ મેચ જીતી જાય છે તો પાકિસ્તાન પોતાના અંતિમ ગ્રુપ મેચ પહેલા જ ટૂર્નામેંટથી બહાર થઈ જશે. પાકિસ્તાન માટે આ સ્થિતિ ખૂબ મુશ્કેલ છે. તેમને ફક્ત બાંગ્લાદેશને મોટા અંતરથી હરાવવુ પડશે, પરંતુ બીજી મેચોના પરિણામ્પર જ નિર્ભર રહેવુ પડશે. ચેમ્પિયંસ ટ્રોફીના ઈતિહાસમાં પાકિસ્તાને હંમેશા સારુ પ્રદર્શન કર્યુ છે. પણ આ વખતે તેની શરૂઆત ખરાબ રહી છે.
આ કારણે પાકિસ્તાનની હાલત ખરાબ
આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની બોલિંગ અને બેટિંગ બંને નબળી દેખાઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનની ટીમ ફક્ત ૧૯૭ રન જ બનાવી શકી હતી. જવાબમાં, ન્યુઝીલેન્ડે લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું. ભારત સામે પણ પાકિસ્તાનના બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં અને ટીમ ઓછા સ્કોર સુધી મર્યાદિત રહી. પાકિસ્તાનના ચાહકો માટે આ ટુર્નામેન્ટ નિરાશાજનક રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની ટીમ ઘરઆંગણે સારું પ્રદર્શન કરશે. પરંતુ આ હજુ સુધી બન્યું નથી.
છેલ્લી મેચમાં પાકિસ્તાન કેવું પ્રદર્શન કરે છે અને શું તે ચમત્કારિક રીતે સેમિફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ થાય છે તે જોવાનું બાકી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને જોતાં, આવું થવું ખૂબ મુશ્કેલ લાગે છે. પાકિસ્તાનને આગળ વધવા માટે ઘણી બધી બાબતો તેના પક્ષમાં હોવી જરૂરી છે. બધાની નજર બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચના પરિણામ પર રહેશે.