બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (18:24 IST)

શિખરને આ રીતે પોતાનાથી 10 વર્ષ મોટી આયેશા સાથે થયો હતો પ્રેમ

શિખર ધવન અને આયેશા મુખર્જીના 7 વર્ષના લગ્નજીવન હવે તૂટી ગયું છે. તેની પત્ની આયેશાએ એક લાંબી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકીને આ માહિતી આપી છે. તમને જાણીને નવાઈ લાગશે કે બંનેએ લવ મેરેજ કર્યા હતા. એટલું જ નહીં, જ્યારે લોકો કહે છે કે પ્રેમ આંધળો છે, ત્યારે તે સાચું છે કારણ કે શિખર તેમનાથી 10 વર્ષ મોટી આયેશા સાથે પ્રેમમાં પડ્યો હતો. 
 
ક્રિકેટ પ્રત્યે આયેશાનો પ્રેમ શિખરની નિકટ લાવ્યો  
 
 શિખર ધવનના જીવન સાથીનું નામ આયેશા મુખર્જી છે. આ એક પ્રકારનો પ્રેમ કમ એરેન્જ્ડ મેરેજ હતા. આયેશા ઓસ્ટ્રેલિયાના સુંદર શહેર મેલબોર્નમાં રહે છે. તે ક્રિકેટ જોવાની શોખીન હતી  અને આ જ કારણ છે કે આયેશા અને  શિખરના ધવન નિકટ આવ્યા. જોકે તે શોખ ખાતર બોક્સિંગ પણ કરે છે, પણ ક્યારેય તેને આ રમતમાં કેરિયર બનાવવા અંગે વિચાર્યુ નહોતુ. 
 
જન્મ ઓસ્ટ્રેલિયામાં પણ આયેશાનુ દિલ હતુ હિન્દુસ્તાની 
 
આયેશાનો પરિવાર પણ અનોખો છે. પિતા હિન્દુસ્તાની બંગાળી છે અને માતા અંગ્રેજી છે. એ બંનેના પણ લવ મેરેજ  હતા અને આયેશાનો જન્મ પણ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. આયેશા ભલે ઓસ્ટ્રેલિયામાં રહેતી પરંતુ તેનું દિલ ભારત માટે ધબકે છે. પહેલા તેને માત્ર પોતાના વતન માટે પ્રેમ હતો પરંતુ હવે શિખર તેના માટે બધું હતું.
 
હરભજન સિંહે બંનેની ભેટ કરાવી હતી 
 
આયેશા મુખર્જી શિખર ધવનની પોતાની શોધ નથી. વાસ્તવમાં આની પાછળ કોઈ બીજું છે જેમને તેમને ભેગા કર્યા.  ઉલ્લેખનીય છે કે આયેશા પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહની મિત્ર છે. હરભજન સિંહ જ્યારે પણ ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતો ત્યારે તે આયેશાને મળતો.
 
મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ
 
એકવાર આયેશા હરભજન સિંહને મળવા આવી અને હરભજને તેના મિત્ર શિખર ધવનનો તેની સાથે પરિચય કરાવ્યો. તે પછી ત્રણે સારા મિત્રો બની ગયા.   પહેલી જ મીટિંગમાં શિખર અને આયેશા એકબીજાને દિલ આપી બેસ્યા હતા.
 
આયેશા ઓસ્ટ્રેલિયામાં રહી ગઈ અને શિખર ભારત આવ્યો પરંતુ તે પોતાન દિલ આયેશા પાસે છોડી આવ્યો હતો. . પ્રેમની આ દિવાનગી કોઈપણ સામાન્ય વ્યક્તિને સામાન્ય રહેવા ક્યા દે છે.  આયેશા પ્રત્યેની બેકરારીએ તેને એટલો દિવાનો બનાવી દીધો કે તેને નો તો દિવસમાં શાંતિ હતી અને ન રાત્રે 
 
શિખરે આયેશાને બંગાળીમાં પ્રપોઝ કર્યું
 
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બંને વચ્ચેનો પ્રેમ પણ મજબૂત થતો ગયો. શિખર ધવનની સૌથી મોટી સમસ્યા એ હતી કે આયશા બંગાળી ભાષા જાણતી હતી અને શિખર પંજાબી.  અંગ્રેજીમાં વાતચીત આ બંને વચ્ચેનો સેતુ હતો. આયેશા એક બંગાળી પરિવારમાંથી આવતી હોવાથી પહેલા બંગાળી ભાષાના પ્રેમમાં પડવું સ્વાભાવિક છે.
 
હવે શિખરની સામે સમસ્યા એ હતી કે આટલા ઓછા સમયમાં તે બંગાળીના થોડા જ શબ્દો જ શીખી શક્યા, પરંતુ બંગાળીમાં લખવું તેના માટે આકાશમાં કાણુ પાડવા સમાન હતું.  શિખરે આનો પણ તોડ શોધી કાઢ્યો.  એક વખત તે મેચ દરમિયાન હોટલમાં રોકાયો હતો અને હોટલના સ્ટાફને પટાવી લીધો. તેણે પોતાનો પ્રેમભર્યો સંદેશ બંગાળીમાં ટાઈપ કરાવીને આયેશાને એસએમએસ દ્વારા મોકલ્યો. પછી તો શુ હતું કે આયેશાને બંગાળીમાં લખેલા એસએમએસ એટલા ગમ્યા કે તે વારંવાર માંગવા લાગી.
 
શિખર ધવનની બોડી લેંગ્વેજ જણાવી રહી હતી કે તેણે કોઈની સાથે એન્ગેજ છે. સાથી ક્રિકેટરો તેને વારંવાર ટોણા મારતા હતા પરંતુ કોઈને ખબર નહોતી કે તે ઓસ્ટ્રેલિયામાં બેઠેલી છોકરીને પોતાનું દિલ આપી ચુક્યો છે.
 
 
શિખર ધવન પોતાની પત્ની આયેશાને એટલો પ્રેમ કરતો હતો કે એકવાર તો એની સાથે ચેટિંગ કરવાના ચક્કરમાં તેની ફ્લાઇટ મિસ થઈ ગઈ હતી. અત્યારે ક્રિકેટ ફેન્સના મનમાં એક જ સવાલ છે કે આ બંને કપલ વચ્ચે એવું તો શું થયું કે વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ! તેવામાં વેસ્ટ દિલ્હીના ગબ્બર (શિખર ધવનનું નિકનેમ) અને ઓસ્ટ્રેલિયન પ્રેમિકા આયશાની લવસ્ટોરી જેટલી રોમેન્ટિક હતી, એનો અંત પણ એટલો જ ચોંકાવનારો અને દુઃખદ રહ્યો હતો