શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 12 ફેબ્રુઆરી 2017 (22:39 IST)

પાકિસ્તાનને હરાવીને ટી-20 વિશ્વકપ પર ભારતનો કબજો

બ્લાઈન્ડ ટી-20 વિશ્વકપમાં પોતાના ખિતાબને બરકરાર રાખતા  નેત્રહીન ક્રિકેટરોએ 12 ફેબ્રુઆરી, રવિવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 9-વિકેટથી હરાવીને નેત્રહીન ક્રિકેટરો માટેની વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા જીતી લીધી હતી. ભારતના પ્રકાશ જયરામૈયાએ અણનમ 99 રન કર્યા હતા.

પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 197 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી બદર મુનીરે 57 રન બનાવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.