1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 4 ઑગસ્ટ 2019 (09:40 IST)

ભારતે ટી-20 મેચમાં વેસ્ટઈંડીજને 4 વિકેટથી હરાવ્યું

ભારતે વેસ્ટઈન્ડીઝને 3 મેચોની ટી-20 સીરીઝની પહેલી મેચમાં 4 વિકેટે હરાવ્યું છે. ફ્લોરિડાનાં સેન્ટ્રલ બ્રોવાર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિમયમાં રમાયેલી આ મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઈન્ડીઝની ટીમે 20 ઑવરમાં 9 વિકેટે 95 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 96 રનનો ટાર્ગેટ આપ્યો. વેસ્ટઈન્ડીઝ તરફથી સૌથી વધું કીરોન પોલાર્ડે 49 રન બનાવ્યા. ભારત તરફથી ડેબ્યૂ કરનારા નવદીપ સૈનીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી.