શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: સોમવાર, 29 જુલાઈ 2019 (15:48 IST)

કોણ છે ત્રણ મહાન જે મળીને ચૂંટશે ભારતીય ક્રિકેટ ટીમનો નવુ કોચ

કોણ છે ત્રણ મહાન જે મળીને ચૂંટશે ભારતીય ક્રિકેટ ટીમનો નવુ કોચ 
વિશ્વ કપ પછી રવિ શાસ્ત્રીનો કાર્યકાળ 45 દિવસ વધુ વધારી નાખ્યુ છે. વેસ્ટઈંડીજ ટૂર પછી ટીમ ઈંડિયાને તેમનો નવું કોચ મળી જશે. તેના માટે બીસીસીઆઈએ બધી તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવના નેતૃત્વમાં ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) ટીમ ઈંડિયાના આવતું કોચ ચયન કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ મુખ્ય કોચના ચયનની જવાબદારી કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને આપી છે. આ ત્રણ પાંચ સદ્સ્યીય ચયન સમિતિને પણ ચયન કરશે. 
કપિલ દેવ 
કપિલ દેવનો નામથી કદાચ દુનિયાના કોઈ ક્રિકેટપ્રેમી અજાણ હશે. ભારતને 1983નો વિશ્વ કપ અપાવનાર કપિલનો આખુ નામ કપિલ દેવ નિખંજ છે. ઓક્ટોબર 1999થી ઓગસ્ટ 2000 સુધી ટીમ ઈંડિયાના કોચ રહ્યા કપિલએ ઓગસ્ટ 2000માં મુખ્ય કોચના પદથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કપિલ દેવ પરત ક્રિકેટથી સંકળાયેલા ટીમના બૉલિંગ સલાહકાર બન્યા. તેની સાથે જ તે બે વર્ષ માટે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ પણ પણ રહ્યા. મે 2007માં કપિલ દેવએ ઈંડિયન ક્રિકેટ લીગથી સંબંધ જોડ્યુ. જેના કારણે તેને રાષ્ટ્રીય ક્રિકેટ એકડમીથી હટાવી નાખ્યું હતું. 
અંશુમન ગાયકવાડ
પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડ પોતે બે વાર ટીમ ઈંડિયાના કોચ રહ્યા છે. ભારત માટે 40 ટેસ્ટ અને 50 વનડે રમનાર ગાયકવાડએ રાષ્ટ્રીય ચયનકર્તાઆ રૂપમાં પણ કામ કર્યું છે. જ્યારબાદ તેને ભારતીય કોચની જવાબદારી આપી હતી. પહેલીવાર ઓક્ટોબર 1998થી સેપ્ટેમબર 1999 સુધી ટીમના કોચ રહ્યા હતા. ત્યારબાદ 2000માં કપિલ દેવના કોચ પદથી હટી ગયા પછી તેને થોડા સમય સુધી કોચનો પદ સંભાળ્યું જ્યારબાદ ન્યૂજીલેંડના જૉન રાઈટ ટીમ ઈંડિયાના પ્રથમ વિદેશી કોચ રહ્યા. 
શાંતા રંગાસ્વામી 
31 ઓક્ટોબર 1976ને વેસ્ટઈંડીજની સામે ડેબ્યૂ કરનારી શાંતા રંગાસ્વીમી ભારતીય મહિલા ટીમની પ્રથમ કપ્તાન હતી. તેને કુળ 16 ટેસ્ટ મેચ રમ્યા જેમાં 12માં તેને કપ્તાની કરી હતી. 15 વર્ષના કરિયરમાં તેને 19 વનડે મેચ પણ રમ્યા. વર્ષ 1976માં તેને અર્જુન અવાર્ડ આપ્યું હતું. ભારત શાંતાની કપ્તાનીમાં પ્રથમ ટેસ્ટ સીરીજ જીતવામાં સફળ રહ્યું હતું. બીસીસીઆઈની તરફથી લાઈફટાઈમ અચીવમેંટ અવાર્ડ મેળવનારી મહિલા ખેલાડી રહી શાંતા ભારતની તરફથી શતક કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર પણ છે.