શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 27 જુલાઈ 2019 (11:00 IST)

હસીન જહાંને કારણે મોહમ્મદ શમીનો અમેરિકા વીઝા થયો કેન્સલ, BCCI એ આ રીતે કર્યો બચાવ

ગયા વર્ષે ઘરેલુ હિંસા અને લગ્નેતર સંબંધના મામલે ટીમ ઈંડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી વિરુદ્ધ કેસ નોંધાયો હતો.  જેના કારણે યુએસ જવાનો તેમનો વીઝા કેંસલ થઈ ગય છે આવા કપરા સમયે બીસીસીઆઈએ શમીનો બચાવ કર્યો છે. 
 
અમેરિકા જનારા મોહમ્મદ શમીનો વીઝા પહેલા રોકવામાં આવ્યો હતો. જ્યારબાદ બીસીસીઆઈના કર્તાઘર્તા રાહુલ જૌહરીએ અમેરિકી દૂતાવાસને એક પત્ર લખ્યો. જેમા શમીની ઉપલબ્ધિઓ અને તેમની પત્ની હસીન જહાં દ્વારા લગાવેલ બેબુનિયાદ આરોપો વિશે પણ બતાવ્યુ. આ રીતે સંપૂર્ણ પ્રકિયા પછી શમીને અમેરિકાના અંડર P1 વીઝા આપવામાં આવ્યો છે. (જે કોઈ પણ દેશના આંતરરાષ્ટ્રીય ટીમના ખેલાડી કે એથલીટને આપવામાં આવે છે) 
જેની માહિતે આપતા બીસીસીઆઈએ એક સૂત્રએ પીટીઆઈને કહ્યુ, "હા શમીના વીઝાની અરજીને અમેરિકી દૂતાવાસે પહેલા રદ્દ કર્યો હતો. આ જોવા મળ્યુ કે તેમનો પોલીસ સત્યાપન રેકોર્ડ અધૂરો હતો. જો કે હવે તેના બધા જરૂરી દસ્તાવેજોને સુસજ્જિત કરવામાં આવ્યા છે."
 
બીસીસીઆઈના અધિકારીએ આગળ કહ્યુ, "એકવાર વીઝા જેવો જ રિજેક્ટ થયો, ત્યારબાદ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ એક પત્ર લખ્યો. આ પત્રમાં શમીની સફળતાઓ અને તેમનુ ભારતીય ક્રિકેટમાં મહત્વ વિશે લખવામાં આવ્યુ હતુ." 

 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 2018ની શરૂઆતમાં તેમની પત્ની હસીન જહાંએ એ ઘરેલુ હિંસા અને લગ્નેતર સંબંધ (એકસ્ટ્રા મેરિટલ અફેયર્સ)ના આરોપથી સંબંધિત કલકત્તા પોલીસમાં એફઆઈઆર નોંધાઈ. જ્યારબાદ છુટાછેડાને લઈને મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.