મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 ડિસેમ્બર 2025 (12:31 IST)

સદી ચુક્યા વિરાટ કોહલી, છતા પણ કરી ધુંઆધાર બેટિંગ, બનાવી દીધા આટલા રન

virat kohli
Virat Kohli: વિજય હજારે ટ્રોફી 2025-26 માં દિલ્હી અને ગુજરાત વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે અને આ મેચમાં ગુજરાતના કપ્તાન ચિંતન ગાજાએ ટૉસ જીતીની પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ દિલ્હીની પહેલી બેટિંગ આવી ગઈ.  મેચમાં સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ દમદાર બેટિંગ કરી.  દિલ્હીની ટીમે અત્યાર સુધી પાંચ વિકેટ પર 159 રન બનાવી લીધા છે.  
 
વિરાટ કોહલીએ રમી 77 રનની રમત 
વિરાટ કોહલી મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા અને તેમણે પોતાના રમતની શરૂઆતથી જ તેજ બેટિંગ ચાલુ રાખી. તેમની આગળ ગુજરાતના બોલર સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા. કોહલીએ 61 બોલમા 77 રન બનાવ્યા જેમા 13 ચોક્કા અને એક સિક્સર સામેલ છે. ભલે તે પોતાની સદી ચુકી ગયા પણ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનુ દિલ જીતી લીધુ.  કોહલીએ બોલર વિશાલ જયસ્વાલની બોલ પર આગળ વધીને મોટો સ્ટ્રોક મારવાની કોશિશ કરી પણ તેઓ ચુકી ગયા અને વિકેટ કિપર ઉર્વિલ પટેલે તેમને સ્ટંપ આઉટ કર્યા. ત્યારબાદ તેમને પેવેલિયન પરત જવુ પડ્યુ   
 
આગાઉની મેચમાં કોહલી મારી હતી સદી  આ ટુર્નામેન્ટની છેલ્લી મેચમાં વિરાટ કોહલીએ એક શક્તિશાળી સદી ફટકારી હતી. તેણે આંધ્રપ્રદેશ સામે 101 બોલમાં કુલ 131  રન બનાવ્યા હતા, જેમાં 14  ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો. તેની મજબૂત બેટિંગે તેની ટીમને જીત અપાવી હતી.
 
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં તેણે પોતાની તાકાત બતાવી
વિરાટ કોહલી તાજેતરમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેણે ઘણા રન બનાવ્યા છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં કુલ ૩૦૨ રન બનાવ્યા હતા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. તેણે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હાલમાં તે ફક્ત ODI ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તે 2027 ODI વર્લ્ડ કપમાં રમવા માંગે છે અને તેના માટે ખંતપૂર્વક તૈયારી કરી રહ્યો છે.