શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 માર્ચ 2021 (23:10 IST)

IND vs ENG: વિરાટ કોહલીએ ટીમ ઈંડિયાની સલામી જોડીનુ કરી દીધુ એલાન, રોહિત સાથે આ બેટ્સમેન કરશે ઓપનિંગ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 શ્રેણી 12 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના(Team India) કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli) એ ઓપનિંગ જોડીને લઈને ઉઠી રહેલા સવાલ ને શાંત કર્યા છે. તેમણે કહ્યુ કે રોહિત શર્મા(Rohit Sharma) અને  કેએલ રાહુલ (KL Rahul)ભારત માટે ઓપનિંગની જવાબદારી સાચવશે. મીડિયા સાથેની વાતચીતમાં વિરાટ કોહલીએ કહ્યુ કે જ્યારે રોહિત રમી રહ્યા હોય છે ત્યારે મામલો સ્પષ્ટ છે. રાહુલ તેમની સાથે ઓપનિંગ કરશે. તેમણે કહ્યુ કે રાહુલ અને રોહિત બંનેયે ટોપ ઓર્ડરમાં સતત સારુ ઓપનિંગ કરી રહ્યા છે.  શિખર ધવન ટીમમાં ત્રીજા ઓપનરના રૂપમાં રમી રહ્યા છે. તેથી રોહિત અને રાહુલ ઓપન કરશે. 
 
કોહલીએ એમ પણ કહ્યું હતું કે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ફ્રી ક્રિકેટ રમશે. તેણે કહ્યું, 'અમારી પાસે કેટલાક મોટા ધમાકેદાર બેટ્સમેન છે. અમે આ મુદ્દા પર કામ કરી રહ્યા હતા. આ વખતે તમે જોશો કે બેટ્સમેન વધુ ફ્રી રીતે રમશે. મારું માનવું છે કે અમારી રમત રમવા માટેની શૈલી આ શ્રેણીથી શરૂ થશે. આ સીરીઝ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી -20 શ્રેણી રમી હતી. તે સમયે રોહિત શર્મા ઈજાના કારણે રમ્યો ન હતો. તે શ્રેણીની ત્રણ મેચમાં અડધી સદીની ભાગીદારી સિવાય ધવન-રાહુલ જોડી લાંબા સમય સુધી એક સાથે ટકી શક્યા નહીં.
 
રોહિત-રાહુલની ભાગીદારી કમાલની છે 
 
સાથે જ રોહિત શર્મા અને કેએલ રાહુલે ટી 20 માં 18 ઇનિંગ્સમાં સાથે બેટિંગ કરી છે. તેમાંથી તેણે 59.94 ની સરેરાશથી 1019 રન બનાવ્યા છે. આ દરમિયાન, બંને વચ્ચે ત્રણ સદી અને સાત અડધી સદીની ભાગીદારી રહી છે. રાહુલ હાલના સમયમાં સારા ફોર્મમાં છે. તો બીજી બાજુ ધવનના ફોર્મમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે
 
ઓપનિંગમાં રોહિત શર્માનુ સ્થાન પાક્કુ છે. તે આંતરરાષ્ટ્રીય ટી -20 ક્રિકેટમાં રન બનાવવામાં ૦બીજા ક્રમે આવે છે. ઉપરાંત, આ ફોર્મેટમાં તેમના નામે સૌથી વધુ ચાર સદીઓ છે. આવી સ્થિતિમાં ધવન અને રાહુલ વચ્ચે તેમના ભાગીદાર બનવાની હરીફાઈ ચાલી હતી.