સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 17 મે 2019 (17:23 IST)

કોહલીની ડિમાંડ - પત્નીઓ સાથે રહેવા માંગીએ છી અમે.. તેથી ડ્રેસિંગ રૂમમાં આ વસ્તુ પણ હોવી જોઈએ

2019ના વિશ્વ કપ માટે બધી ટીમ જોરશોરથી તૈયારીઓમાં લાગી છે. બીજી બાજુ ઈગ્લેંડમાં આઈસીસી અને ઈગ્લેંડ ક્રિકેટ બોર્ડ તો ક્રિકેટના આ મહાકુંભની તૈયારીઓ કરી રહ્યુ છે. પણ સાથે જ ખેલાડીઓએ પણ પોતપોતાની માંગ બોર્ડ સામે મુકી છે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓએ સીઓએની આગળ માંગ મુકી છે કે તેમણે પોતાની પત્નીઓ સાથે લઈ જવાની અનુમતિ મળે અને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ માટે કેળા આપવામાં આવે. 
 
કેળુ બધા પ્રસિદ્ધ ખેલાડીઓનુ પ્રિય ભોજન રહ્યુ છે. બે કેળા 90 મિનિટ સુધી ઉર્જાવાન રાખે છે. જો તમે ક્યારેય ધ્યાન આપ્યુ હોય તો જોયુ હશે કે ખેલાડી બ્રેક દરમિયાન કેળા જરૂર ખાય છે. તેનુ એક કારણ એ પણ છે કે કેળા ધીરે ધીરે ઉર્જા આપે છે. 
 
ખેલાડીઓએ કહ્યુ કે તાજેતરમાં જ ઈગ્લેંડના પ્રવાસ પર તેમને કેળા ખાવા મળ્યા નહી અને ઈગ્લેંડમા આવતા વર્ષે થનારા વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈંડિયા માટે કેળાની વ્યવસ્થા બીસીસીઆઈને કરવી જોઈએ. સૂત્રો મુજબ 11 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં આયોજીત એક મીટિંગ દરમિયાન ખેલાડીઓએ આ માંગ કરી હતી. મીટિંગમાં બીજી અનેક માંગ પણ મુકવામાં આવી.  જેવી કે વર્લ્ડ કપ માટે એવી હોટલોની બુકિંગ હોય જેમા સારુ જીમ હોય. સાથે જ પ્રવાસ દરમિયાન પત્નીઓને સાથે રાખવા સંબંધી પ્રોટોકોલને લઈને પણ ચર્ચા થઈ. 
 
ટ્રેનનુ આખુ કોચ બુક કરાવવા માંગે છે કોહલી 
 
ટીમ ઈંડિયાની ડિમાંડ છે કે 2019 વર્લ્ડ કપ દરમિયાન ઈગ્લેંડમાં ટીમના ટ્રેવલ માટે ટ્રેનની આખી બોગી બુક થવી જોઈએ.  જેથી ટીમને સામાન્ય મુસાફરો સાથે ટ્રેવલ ન કરવુ પડે. કોહલી એંડ કંપનીનુ તર્ક હતુ કે ઈગ્લેંડમાં ટ્રેનથી ટ્રેવલ કરવાથી સમયની બચત સાથે સગવડ પણ રહે છે. જો કે સિક્યોરિટીની વાત આવતા કોહલીનુ કહેવુ હતુ કે આ માટે  જ તો આખો કોચ બુક કરાવી શકાય છે. કોહલીએ મીટિંગમાં દાવો કર્યો કે ઈગ્લેંડની ટીમ પણ ટ્રેનથી જ ટ્રાવેલ કરે છે. 
 
સાથે જ વિરાટ કોહલીએ પહેલા પણ બોર્ડ અને સીઓએને રિકવેસ્ટ કરી હતી કે વિદેશી પ્રવાસ પર સંપૂર્ણ સમય ખેલાડીઓને પત્નીઓ સાથે રાખવાની અનુમતિ મળે. જેને લઈને હવે બીસીસીઆઈએ કહ્યુ કે તેઓ આ મુદ્દે જુદા જુદા ખેલાડીઓએને એક એક કરીને બોલાવીને વાત કરશે.