શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2017 (11:00 IST)

(Video)પરાજય પછી ટીમ ઈંડિયાએ બતાવી શાનદાર ખેલ ભાવના, ICCએ કરી સલામ

પાકિસ્તાનના હાથે કારમો પરાજય મેળવ્યા પછી ભારતની સતત બીજી વાર ચેમ્પિયંસ ટ્રોફી જીતવાનુ સપનુ ચકનાચૂર થઈ ગયુ.  પહાડ જેટલુ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈંડિયા આખી મેચ દરમિયાન સંપૂર્ણ રીતે પાછળ ધકેલાતી રહી. પણ મેચ પછી કંઈક એવુ પણ થયુ જેને બધાનુ દિલ જીતી લીધુ. જ્યારે પાકિસ્તાનની ટીમને એવોર્ડ મળી રહ્યો હતો તો ટીમ ઈંડિયાના ખેલાડી ત્યા જ ઉભા હતા અને ત્યારે બધા પાકિસ્તાની ખેલાડીઓ સાથે તેઓ હસી-મજાક કરી રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે આઈસીસીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમા પોસ્ટ મેચ પ્રેજેંટેશન દરમિયાન પાકિસ્તાન ખેલાડી શોએબ મલિક સાથે ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને યુવરાજ સિંહ ઉભા છે. ICC એ વીડિયો પોસ્ટ કરતા લખ્યુ છે 'સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ' (ખેલ ભાવના) 
 
કોહલીએ પાકિસ્તાનના કર્યા વખાણ 
 
આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીના ફાઈનલમાં રવિવારે એકતરફી મેચમાં હારનું મોઢુ જોનારી ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીએ વિજેતા ટીમ પાકિસ્તાનના વખાણ કર્યા. કોહલીએ કહ્યુ કે પાકિસ્તાન પોતાના દિવસે કોઈપણ ટીમને હરાવી શકે છે.  કોહલીએ મેચ પછી કહ્યુ,  પાકિસ્તાન ટીમને શુભેચ્છા તેમની આ ટૂર્નામેંટ શાનદાર રહી. 
 
તેમણે જે રીતે વસ્તુઓ બદલી એ તેમની પાસે રહેલી પ્રતિભા બતાવે છે. તેમણે એકવાર ફરી સાબિત કર્યુ કે તેઓ પોતાના દિવસે કોઈપણ ટીમને હરાવી શકે છે. કોહલીએ કહ્યુ, અમારુ પ્રદર્શન નિરાજાજનક રહ્યુ. પણ મારા ચેહરા પર હાસ્ય છે. કારણ કે અમે ફાઈનલ સુધી સારી રીતે રમીને પહોંચ્યા. મને મારી ટીમ પર ગર્વ છે. શ્રેય પાકિસ્તાનને જાય છે તેમણે અમને એકતરફા હરાવ્યા. 
 
તૂટી ગયુ ભારતનુ સપનુ 
 
ચેમ્પિયંસ ટ્રોફી 2017ના ફાઈનલમાં પાકિસ્તાને ભારતને કરારી હાર આપીને પ્રથમ વાર ચેમ્પિયંસ ટ્રોફીનો ખિતાબ મેળવ્યો છે. આ સાથે જ ભારતનું ત્રીજીવાર ચેમ્પિયંસ ટ્રોફી જીતવાનુ સપનુ પણ ચકનાચૂર થઈ ગયુ છે.




સાભાર - યુટ્યુબ