ઝહીર ખાને 'ચક દે ગર્લ' સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયા પર શેયર કરી ફોટો

નવી દિલ્હી.| Last Modified મંગળવાર, 25 એપ્રિલ 2017 (12:54 IST)
ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાને બોલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે સગાઈ કરી લીધી છે. આ વાતની માહિતી ઝહીર ખાને ટ્વીટ્ દ્વારા આપી છે. તેણે લખ્યુ "ક્યારેય પણ તમારી પત્નીની પસંદની મજાક ન ઉડાવો, તમે પણ તેમની જ પસંદ છો. જીવનભરના સાથી"

આ ટ્વીટ સાથે શેયર કરવામાં આવેલ તસ્વીરમાં સાગરિકા ઝહીર સાથે એંગેજમેંટની અંગૂઠી પહેરેલ બતાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બંને યુવરાજ સિંહ અને હેજલ કીચના લગ્નમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.
ત્યારથી જ તેમની વચ્ચેની રિલેશનશિપની ચર્ચાઓ થવા માંડી હતી. ફિલ્મ એક્ટ્રેસ સાગરિકા ઘટગે અને ઝહીર ખાનને લઈને અવારનવાર ચર્ચા થતી હતી બંને પાર્ટીઓમાં એક સાથે જોવા મળતા હતા.


આ પણ વાંચો :