બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By દિપક ખંડાગલે|

ભારતીય ચાર ખેલાડીઓ ઘાયલ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી મેચનો બીજો દિવસ ભારતીય ખેલાડીઓ માટે ખરાબ રહ્યો હતો. સચિન, ઇશાંત, પાર્થીવ તથા લક્ષ્મણને ઇજાઓ થવા પામી હતી. તો બીજી બાજુ શ્રીલંકાએ વળતો ઘા કરી 251 રન કરી મજબૂત સ્થિતિ બનાવી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. ભારતે ટેસ્ટનો પ્રથમ દાવમાં દાટ વાળ્યો હતો. જેમા માત્ર 249 રન કર્યા હતાં. જેની સામે શનિવારે શ્રીલંકાએ તેનો પ્રથમ દાવમાં છેલા આંકડા મુજબ માત્ર 6 વિકેટ ગુમાવીની 251 રન કર્યા હતાં. ઝહિરખાને અને હરભજનસિંહે બે-બે વિકેટ ઝ્ડપી હતી જ્યારે ઈશાંત શર્માએ અને અનિલ કુમ્બલેએ એક-એક વિકેટ લીધી હતી.

શ્રીલંકન ખેલાડીઓમાં ડબલ્યુ પી વાસે 47, સમર્વીરાએ 35, અને દિલશાને 23 રન કર્યા હતાં. જ્યારે વેનડોલ્ટે માત્ર 14 અને વર્ણપુરા 8 ,મહેલા જવર્ધન 2 રનમાં જ પેવેલિયન પાછા ફર્યા હતાં. જોકે બીજા દિવસના અંતે કે સી સંગાકારા 107 રને, પ્રસન્ના જયવર્ધન 1 રન સાથે દાવમાં ચાલું છે.

ભારતીય ખેલાડીઓની દશા બેઠી: શનિવારની ક્રિકેટ મેચ ભારતીય ખેલાડીયો માટે અપશુકનિયાળ રહી હતી. એક પછી એક ચાર ખેલાડીઓ મેદાનમાં ઈજાગ્રસ્ત થયા હતાં.

પાર્થિવ પટેલને કુમ્બલેનો દડો વાગતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી. એ પહેલા લક્ષ્મણ ને ઘુંટણના ભાગમાં વાગ્યું હતું, જ્યારે સચીન કેચ કરવા જતા ગબડી પડતાં કોણીના ભાગમાં વાગતાં મેદાનની બહાર જતું રહેવુ પડ્યું હતું. ઈશાંત બોલિંગ કરતાં એકાએક પડી જતાં તેને પણ પગમાં નજીવી ઈજા થઈ હતી.

લક્ષ્મણને તાત્કાલિક એમ.આર.આઇ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના મેનેજર ટી સી મેથ્યુએ જણાવ્યું હતું કે ઈજા નજીવી છે તેઓ ભારતના બીજા દાવ સુધી ઠીક થઈ જશે.