મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: સિડની , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (16:47 IST)

મહિલા ટીમની નજર વિશ્વ કપ પર

ગત વખતે વિશ્વ કપમાં સેમી ફાઇનલમાં બહાર થઇ ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વખતે પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે મક્કમ ઇરાદા સાથે ઉતરી છે. જેને પોતાની શરૂઆત 7મી માર્ચે પાકિસ્તાન સાથે કરવાની છે.

ઝડપી ગોંલદબાજ ઝુલન ગોસ્વામીના નેતૃત્વમાં ભારતને બે વાર ચેમ્પિયન ઇંગ્લેન્ડ શ્રીલંકા અને પાકિસ્તાન સાથે રાખવામાં આવ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડનો બાકીની અન્ય ટીમો સાથે જીતવાની પરંપરા રહી છે. ભારતીય ટીમ ઝુલન પૂર્વ કેપ્ટન મિતાલી રાજ અને અંજુમ ચોપડા ઉપર નિર્ભર રહેશે જે પોતાનો ચોથો વિશ્વ કપ રમી રહી છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતે એક દિવસીય શ્રેણીમાં 0 - 5થી હારનો સામનો કરવો પડ્યો હતો.