બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By દિપક ખંડાગલે|

વટ કે સાથ ભારતનો સેમીફાઇનલમાં પ્રવેશ

ડરબન (વેબદુનિયા) ભારતે ટ્વેન્ટી-20 વિશ્વકપ સુપર આઠ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યાં હતાં. ભારતીય ટીમના શેરે પંજાબ યુવરાજ સિંહ ઇજાગ્રસ્ત હોવાને લીધે રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમની શરૂઆત ખૂબ નબળી રહી હતી ભારતીય ટીમે શરૂઆતની 10.3 ઓવરમાં મહત્વની 4 વિકેટ ગુમાવી દિધી હતી. રોહિત શર્માએ ભારતીય ટીમની લાજ રાખતાં સ્થિતીને કાબૂમાં લાવી હતી. અને સંન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો.

રોહિત શર્માએ 40 બોલમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યાં હતાં. ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 33 બોલમાં 45 રન બનાવી રનઆઉટ થઇ ગયાં હતાં. ગૌતમ ગંભીર 19 બોલમાં 19 રન, વિરેન્દ્ર સહેવાગ 11 બોલમાં 11 રન, મુરલી કાર્તિક શૂન્ય રન બનાવી પેવેલિયન પરત ફર્યાં હતાં. અને રોબિન ઉથ્થપા 16 બોલમાં 15 રન અને ઇરફાન પઠાણ શૂન્ય બનાવી નોટઆઉટ રહ્યાં હતાં.

જ્યારે દક્ષિણ આફ્રિકા ટીમના ખેલાડીઓમાં કેમ્પ અને મોર્કેલ સર્વાધિક 36 રન બનાવ્યાં હતાં. બાકી બીજા અન્ય ખેલાડીઓ ખાસ યોગદાન આપી શક્યાં ન હતાં. ભારતીય બોલરો પણ ફોમમાં જોવા મળ્યાં હતાં. શ્રીસાંથે 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટો ઝડપી હતી અને આર પી સિંગે 4 ઓવરમાં 13 રન આપી 4 વિકેટ પ્રાપ્ત કરી હતી અને હરભજન થોડાં મોંઘા સાબિત થયાં હતાં તેમને 4 ઓવરમાં 32 રન આપી 2 વિકેટ મેળવી હતી.

50 રન ફટકારી મેચને સન્માનજનક સ્થિતીમાં ફેરવનાર રોહિત શર્મા 'મેન ઓફ ધ મેચ' બન્યાં હતાં. આમ ભારતે વટ કે સાથ સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને હવે 22મી ભારતનો સામનો વિશ્વકપ વિજેતા કાંગારૂ ટીમ સાથે થશે.

લાઇવ સ્‍કોરકાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....