મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 19 નવેમ્બર 2009 (16:35 IST)

શ્રીલંકાને 334 રનની સરસાઈ

શ્રીલંકાએ ભારત વિરુદ્ધ આજે અહીં પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે સાત વિકેટ પર 760 રન બનાવીને પોતાનો પ્રથમ દાવ જાહેર કર્યો. ભારતે પ્રથમ દાવમાં 426 રન બનાવ્યાં હતાં જેનાથી શ્રીલંકાને 334 રનની સરસાઈ પ્રાપ્ત છે.

શ્રીલંકા તરફથી મહેલા જયવર્ધનેએ 275 જ્યારે પ્રસન્ના જયવર્ધનેએ અણનમ 154 રનનો દાવ રમ્યો. તિલકરત્ને દિલશાને 112 રન બનાવ્યાં. ભારત તરફથી જહીર ખાન, ઈશાંત શર્મા અને હરભજન સિંહે બે-બે વિકેટ ઝડપી.