1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 1 જૂન 2013 (11:26 IST)

બીસીસીઆઈના પાંચ ઉપાધ્યક્ષો રાજીનામુ આપી શકે છે

.
P.R
સ્પોટ ફિક્સિંગ વિવાદ પછી બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અરુણ જેટલીએ કહ્યુ છે કે એક દિવસની અંદર આ બાબતે તમને કોઈ મોટા સમાચાર મળશે. આ પહેલા જેટલી આ મામલે કશુ પણ બોલવાથી બચી રહ્યા હતા. આ પહેલીવાર છે કે જેટલીએ આ મુદ્દા પર કંઈક બોલ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહનુ કહેવુ છે કે શ્રીનિવાસન પર નિર્ણય બીસીસીઆઈ અને બોર્ડના લોકો કરશે.

આ પહેલા સ્પોટ ફિક્સિંગ બાબતે બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસનના મામલા પર છેવટે બીસીસીઆઈની દરાર સામે આવી ગઈ. બીસીસીઆઈના સેક્રેટરી સંજય જગદાળે અને કોષાધ્યક્ષ અજય શિર્કેએ રાજીનામુ આપી દીધુ છે. આ રાજીનામાથી સ્પષ્ટ છે કે બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસન પર હવે પોતાના પદથી રાજીનામુ આપવાનો દબાણ ખૂબ જ વધી ગયુ છે.

બીસીઆઈના કોષાધ્યક્ષ અજય શિર્કેએ બુધવારે પણ શ્રીનિવાસનને નૈતિક આધાર પર રાજીનામુ આપવાનુ કહ્યુ હતુ. સાથે જ સૂત્રોના હવાલાથી એ પણ જાણવા મળ્યુ છે કે બીસીસીઆઈના પાંચ ઉપાધ્યક્ષ પણ પોતાના પદથી જલ્દી રાજીનામુ આપવાના છે.