શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટરોની પ્રોફાઈલ
Written By દિપક ખંડાગલે|

મોહમંદ અઝરૂદ્દિન

મોહમંદ અઝરૂદ્દિનનો જન્મ 8-2-1963ના આન્ધ્રપ્રદેશના હૈદ્રાબાદ શહેરમાં થયો હતો. તેઓ ભારતીય ટીમના ખેલાડી હતા. તેઓ જમણા હાથના ખેલાડી છે. તેઓ ભારતીય ટીમના સફળ કેપ્ટન રહી ચૂક્યા છે.

તેઓ વન-ડે અને ટેસ્ટના સફળ ખેલાડી રહી ચૂક્યા છે. તેઓ 99 ટેસ્ટ મેચ અને 334 વન-ડે મેચ રમી ચૂક્યા છે. તેમને ટેસ્ટ મેચમાં 45.03 ની સરેરાશથી 6,215 રન બનાવ્યા છે. અને વન-ડે મેચમાં 36.92ની સરેરાશથી 9,378 રન બનાવ્યા છે. તેમને ટેસ્ટમાં 22 સદીઓ અને 21 અર્ધસદીઓ ફટકારી છે. અને વન-ડે મેચમાં 7 સદીઓ અને 58 અર્ધસદીઓ ફટકારી છે.

વન-ડે મેચમાં 153 અણનમ ફટકાર્યા છે. ટેસ્ટમાં તેમને 105 કેચ ઝડપ્યા છે.અને જ્યારે વન-ડે મેચમાં 156 કેચ ઝડપ્યા છે.

તેમના કેપ્ટનપદ હેઠળ 103 વન-ડે મેચ અને 14 ટેસ્ટ મેચની જીત અપાવી છે. તેઓ મેચફિક્સીંગના વિવાદમાં પણ ચર્ચામાં રહ્યા હતા. તેમના લગ્ન સંગીતા બિજલાણી સાથે થયા છે.