મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટરોની પ્રોફાઈલ
Written By વેબ દુનિયા|

માસ્ટર બ્લાસ્ટર સચિન

સચિનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ....

N.D
24 એપ્રિલના રોજ સચિનનો જન્મદિવસ છે. દરેક વર્ષે સચિનના જન્મદિવસ પર ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળે છે, પણ સચિન 24 એપ્રિલના રોજ લોકોની ભીડથી દૂર પોતાના કુંટુંબ સાથે રહેવુ પસંદ કરે છે.

ભારત દેશમાં ઘણી મહાન વ્યક્તિઓ જન્મી છે, જેમણે આ વાત પર અભિમાન રહ્યુ છે કે તેમના નસીબમાં ભારતની ભૂમિ લખી હતી. સચિનની બેટિંગ જોઈને પુરી દુનિયાના ક્રિકેટ પ્રેમી વિચારે છે કે કાશ, સચિને ભારતને બદલે અમારા દેશમાં જન્મ લીધો હોત તો અમારા દેશની ક્રિકેટનુ પણ ભારતની જેમ આખી દુનિયામાં સન્માન થતુ. સચિને બેશક ભારતીય ક્રિકેટમાં પોતાના યોગદાનથી ચાર ચાંદ લગાવી દીધા છે. દરેક ભારતવાસીને આ વાતનુ અભિમાન છે કે સચિન પોતાના દેશનો છે. ભારતીય ક્રિકેટમાં અમૂલ્ય યોગદાનને માટે સચિન તને સલામ.

એક વાર રવિ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે ક્રિકેટ જો ધર્મ છે તો સચિન તેનો ભગવાન છે. 35 વર્ષ સચિન રમેશ તેંદુલકરને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉંચા મુકામે પહોચવાની કોઈ પરી કથા નથી. ક્રિકેટને પોતાનો બનાવવાને માટે તેમણે સખત મહેનત કરી છે. પોતાનુ સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા છતાં આલોચકોની ટિપ્પણીને તેમને માથે વધાવી છે અને દરેક સમયે આનો જવાબ પોતાના પ્રદર્શન દ્વારા આપ્યો છે.

જે ઉમંરમાં ખેલાડી પોતાની પહેલી સદી ફટકારે છે તે વયમાં તેંદુલકરે કેટલીય સદી પોતાને નામે કરી હતી. 16 વર્ષની ઉમંરમાં પાકિસ્તાન વિરુધ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરતા તેમણે જયરે ધમાકેદાર બેટિંગ કરી તો તેમની પ્રતિભાનુ પ્રમાણ મળી ગયુ હતુ. પણ ત્યાર બાદ 18 વર્ષના પોતાના કેરિયરમાં તેમણે પ્રતિભાશાળી શબ્દને ઘણો પાછળ છોડી દીધો અને ક્રિકેટના આદર્શ અને ગુરૂની શ્રેણીમાં આવી ગયા.

સચિન કેવા પ્રકારના બેટ્સમેન છે આ વાતનો અંદાજો તો આ વાતથી જ મળી જાય છે કે તે દુનિયાના બધા મહાન ક્રિકેટર(સર ડોન બ્રેડમેન થી લઈને માઈકલ કલાર્ક સુધી) નિર્વિવાદ રૂપથી સચિનની બેટિંગના પ્રશંસક છે.

તેંડુલકરને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનને માટે ભારત સરકારે તેમણે 1997-1998નો રાજીવ ગાંઘી રમત રત્ન પુરસ્કાર આપ્યો. તેમણ પદ્મશ્રીની ઉપાધિ પણ મળી ચુકી છે. પાઁચ ફૂટ ચાર ઈંચના આ બેટિંગ ચેમ્પિયને માસ્ટર બ્લાસ્ટર બનવા માટે પોતાના શરીર પર ઘણા ઘાઁવ સહન કર્યા છે. કોણીના ઘાવને કારણે તેમણે ઓપરેશન કરાવવુ પડ્યુ. પણ બોમ્બે બોંબ સચિને કોઈ સમજૂતી ન કરી. સારા અને જોરદાર શોટ લગાવવા માટે તેમણે સાથી ખેલાડીઓની તુલનામાં વધુ ભારે બેટ ઉઠાવવામાં કદી કોઈ આપત્તિ ન બતાવી.

કેટલીય વાર મેન ઓફ ધ સિરીજ અને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મેળવનારા સચિનને વિસ્ડનના એક વર્ષમાં 1000 રન બનાવવા માટે 1997માં ક્રિકેટર ઓફ ધ ઈયર જાહેર કર્યો. ત્યારબાદ તો આ ક્રમ સતત ચાલતો રહ્યો. વર્ષ 1999, 2001 અને 2002માં પણ તેઓ પ્લેયર ઓફ ધ ઈયર રહ્યા. 1000 રનોનો આંકડો તેમણે પોતાના કેરિયરમાં 6 વાર પાર કર્યો. 1994, 1996, 1997, 1998, 2000 અને 2003માં. વર્ષ 1998માં તો તેમને એક વર્ષમાં 1894 રન બનાવી નાખ્યા, જે આજે પણ વન-ડે મેચનો રેકોર્ડ છે.