શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (15:51 IST)

દેશમાં વધુ એક નિર્ભયાકાંડ જેવી ઘટના - ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી પર અત્યાચાર ગુજાર્યો, માસૂમ અઢી કલાક સુધી ભટકતી રહી

મહાકાલની નગરી ઉજ્જૈનથી સમાજને શર્મસારા કરતા સમાચાર આવ્યા છે. શહરમાં એક સગીર બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. છોકરી બહુ મુશ્કેલીથી બોલી શકી. તેના કપડામાંથી લોહી ટપકતું હતું. જણાવવામાં આવ્યું કે ઉજ્જૈનની સાંવરાખેડી કોલોનીમાં બાળકી અઢી કલાક સુધી લોહીથી લથબથ રસ્તા પર ભટકતી રહી, પરંતુ તેની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. બાળકીએ સોસાયટીના એક ઘરની બહારા ઉભેલા એક માણસથી મદદ પણ માંગી પણ યુવકે મદદ નથી કરી. મહાકાલ પોલીસ સ્ટેશનને મળેલા યુવતીના ફૂટેજમાં તે અર્ધ નગ્ન અવસ્થામાં રસ્તા પર મદદ માંગતી જોવા મળે છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
 
બળાત્કાર બાદ યુવતીએ કેટલાક લોકોની મદદ માંગી, પરંતુ કોઈએ તેની મદદ ન કરી. આ સમગ્ર ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે.
 
12 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ પછી તેમના પ્રાઈવેટ પાર્ટને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે. વધારે લોહી નિકળી જવાથી બાળકીની સ્થિતિ ગંભીર છે. ઈંદોરના હોસ્પીટલમાં તેમની સ્થિતિ સ્થિત બનેલી છે.. ઘટના સોમવારની જણાવવામાં આવી રહી છે. ઉજ્જૈનના બડનગર રોડ પર સ્થિત દાંડી આશ્રમ પાસે સાંજે બાળકી ઘાયલ હાલતમાં મળી આવી હતી. બાળકીના કપડાં લોહીથી લથપથ હતા.