શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (10:00 IST)

15 વર્ષિય તરુણીના ભાવનગરના શખ્સે નિર્વસ્ત્ર સ્ક્રિનશોટ પાડી ધમકી આપી, તાબે ન થતાં માતાને મોકલ્યાં

ભૂજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેના વિસ્તારમાં રહેતી અને દસમાં ધોરણમાં ભણતી 15 વર્ષીય તરૂણીની એક વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામ એપલીકેશન પર મિત્રતા થઇ હતી. ભાવનગરના શખ્સ સાથે થયેલી મિત્રતા બાદ તરૂણીએ નાદાનીમાં વિડીયોકોલ કર્યો હતો, દરમિયાન મિત્રતા ગાઢ બનતા તરૂણી નિર્વસ્ત્ર થઇ હતી, જેના સ્ક્રિનશોટ યુવકે લઇ લીધા હતા. જો કે તરૂણીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરતા તેણે બ્લોક કરી દીધો હતો.

યુવકે માતાને સ્ક્રિનશોટ મોકલતા સમગ્ર મામલા પરથી પડદો ઉચકાયો હતો અને પરીવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. એ ડિવિઝન પોલીસ મથકે પિતાએ ભાવનગરના જયેશ ડાભી નામના યુવક સામે પોક્સો અને છેડતીની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી. પરીવારજનોએ પોલીસ મથકે વર્ણવેલી વાત મુજબ, ધોરણ 10માં ભણતી 15 વર્ષીય તરૂણીની એક વર્ષ પૂર્વે જયેશ ડાભી નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ સાથે મિત્રતા થઇ હતી. મુગ્ધાવસ્થાની આ મૈત્રી એટલી હદે ગાઢ થઇ ગઇ હતી કે યુવકની લાગણી સંતોષવા કિશોરીએ વિડીયો કોલ પર નિર્વસ્ત્ર થઇ હતી.

કિશોરીની નાદાનીનો લાભ લઇ તરૂણીના નિર્વસ્ત્ર સ્ક્રિનશોટ અને તસવીરો પાડી હતી. બાદમાં નરાધમે કિશોરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને નિર્વસ્ત્ર ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. તરૂણી સાથે મિત્ર સબંધ ચાલુ રાખવા જણાવી ધમકી આપતા તેને બ્લોક કરી દીધો હતો. ​​​​​​​નરાધમે કિશોરીની માતાના ફોન પર દિકરીના નિર્વસ્ત્ર તસવીરો મોકલી દેતા પરીજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી અને તરૂણી પર વિતેલી વાત જાણી સીધા તરૂણીને લઇને પોલીસ મથકે પહોંચ્યા હતા. એ ડિવિઝન પોલીસ પરીજનોની વાત સાંભળી ગુનો દર્જ કર્યો હતો, તેમજ યુવકના મોબાઇલ નંબર પરથી તપાસ કરતા અા નંબર ભાવનગરના હોવાની વાત સામે આવી હતી. મોબાઇલ નંબરના આધારે તેને દબોચી લેવા માટે તજવીજ હાથ ધરી હતી.