1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2023 (13:48 IST)

BIhar News- શિક્ષકે 7 વર્ષના બાળકને માર મારતા મોત

bihar news
બિહારના સહરસામાં એક 7વર્ષના બાળક આદિત્યને શાળા સંચાલકએ આટલુ માર્યો કે તેમની મોત થઈ ગઈ. આદિત્ય બોધિ પબ્લિક સ્કૂલમાં એલકેજીનો વિદ્યાર્થી હતો. સ્કૂલ હોસ્ટેલમાં રહેતા આદિત્યના મિત્ર શિવમે જણાવ્યું કે, બુધવારે હોમવર્ક ન કરવા પર સરએ તેને લાકડી વડે ખૂબ માર માર્યો હતો.
 
શિવમએ જણાવ્યુ કે આદિત્ય સાંજે ભોજન કર્યા પછી સૂઈ ગયો હતો. સવારે જ્યારે મે તેને બ્રશ કરવા માટે ઉઠાવ્યો તો તેમનો શરીર અકડી ગયો હતો/ અમે તેને ખોડામાં ઉઠાવીને માથાની પાસે લઈ ગયા. સરએ કીધુ કે લાગે છે મરી ગયો તેને હોસ્પીટલમાં મૂકી આવીએ છે. 
 
મોત કેવી રીતે થયું તે અંગે તેમણે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે બાળકનું મોત કયા કારણોસર થયું છે. જો કે બાળકીના શરીર પર કોઈ ઈજાના નિશાન ન હતા. હાર્ટ એટેકના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
 
હોસ્ટેલમાં આદિત્ય સાથે રહેતો 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થી સોનુ કુમારે જણાવ્યું કે સરએ તેને યાદ રાખવા માટે કંઈક આપ્યું હતું. જ્યારે આદિત્યને તેનું હોમવર્ક યાદ આવ્યું ત્યારે તેને સાગની લાકડીથી માથા પર જોરથી મારવામાં આવ્યો, જેના કારણે તેનું શરીર ફૂલી ગયું.