મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2022 (09:23 IST)

કોરોના કાળમાં ગુજરાતમાં 14,768 લોકો સાથે કુલ રૂ.19.78 કરોડની ઓનલાઇન છેતરપિંડી થઈ

કોરોના કાળ દરમિયાન મોટી સંખ્યામાં લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હતા, જેમાં સૌથી વધુ ફાઇનાન્શિયલ ફ્રોડના કેસો છે. ગુજરાત સ્ટેટ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇનમાં નવેમ્બર, 2019થી જાન્યુઆરી, 2022 સુધીમાં કુલ 16,686 લોકોએ સાઇબર ક્રાઇમનો ભોગ બનતાં મદદ માગી હતી, જેમાંથી સૌથી વધુ 14,768 લોકો સાથે કુલ રૂ.19,78,90,860નું ફાઇનાન્શિયલ ફ્રોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે ત્યાર બાદ મોટી સંખ્યા સોશિયલ મીડિયામાં ફ્રોડ થયું હોય તેવા 1,308 લોકોએ સ્ટેટ સાઇબર ક્રાઇમની હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માગી હતી.

આર્થિક ગુનાઓમાં કસ્ટમર કેર, ઓનલાઇન શોપિંગ, રિસેલ, નોકરી આપવાના નામે, મેટ્રિમોનિયલ, ન્યૂડ વીડિયો કોલ ફ્રોડ, સેક્સટ્રોશન કોલ, ઓટીપી ફ્રોડ વગેરે બાબતોનો સમાવેશ ફાઇનાન્શિયલ ફ્રોડમાં થાય છે.લોકોને અલગ અલગ રીતે ફાઇન્શિયલ ફ્રોડનો શિકાર બનાવવા માટે ઘણા લોકો કામે લાગેલા હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ ડેટા એન્ટ્રીના નામે ઓફિસો શરૂ કરીને ચોક્કસ મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોને ઓનલાઇન છેતરવાનો ધંધો ચાલતો હોય છે. સાઇબર ક્રાઇમ ચોક્કસ માહિતીના આધારે તેના પર રેડ કરીને આ લોકોને પકડી રહ્યું છે.સાઇબર ક્રાઇમના ડેટા અનુસાર, રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરામાં સૌથી વધુ લોકો સાઇબર ફ્રોડનો ભોગ બન્યા, જેમાં સૌથી વધુ અમદાવાદના 2402, સુરતના 1088 અને વડોદરાના 1410 લોકોનો સમાવેશ થાય છે.જે નંબર પરથી ફ્રોડનો ફોન આવ્યો હોય તેવા નંબરનો રિપોર્ટ થતાં જ સાઇબર ક્રાઇમ ટેલિકોમ મંત્રાલયને જે તે નંબર બંધ કરવા માટે જણાવે છે. 7 મહિનામાં ફ્રોડ કરતા 12 હજાર મોબાઇલ નંબર બંધ કરાવાયા છે.2020માં 6450 લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હતા, જ્યારે 2021માં આ સંખ્યા વધીને 8349 થઈ હતી. એટલે કે 54 ટકા લોકો સાઇબર ક્રાઇમનો વધુ ભોગ બન્યા હતા. નાયબ પોલિસ અધિક્ષક, સ્ટેટ સાઇબર ક્રાઇમના ભરતસિંહ ટાંકે કહ્યું હતું કે, અમને ફ્રોડનો રિપોર્ટ મળતા મોબાઇલ નંબર, મેલ આઈડી, વેબસાઇટ લિંક બ્લોક કરાવવાનું કામ સેકન્ડોમાં કરીએ છીએ. અમારું પ્રિવેન્શન યુનિક, સાઇબર ઇન્ટેલિજન્ટ યુનિટ કામ કરે છે. 50 લાખથી વધુના ફ્રોડમાં સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ કામ કરે છે.