બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (12:48 IST)

Delhi Crime: જન્મદિવસ પર ઓપન ડ્રેનેજમાં પડવાથી યુવકનુ મોત, રાત્રે મિત્રો સાથે કરી હતી પાર્ટી

delhi crime
delhi crime
 
Delhi Crime News દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં એક જન્મદિવસની ખુશી માતમમાં બદલાય ગઈ. હરીશ બૈસલા નામનો યુવક પોતાના જન્મદિવસના બીજા દિવસે નાળામાં પડી ગયો અને તેનુ ડૂબી જવાથી મોત થઈ ગયુ. આ ઘટના એ સમયે થઈ જ્યારે તે નાળાની દિવાલ પર બેસ્યો હતો. અને અચાનક તેનુ સંતુલન બગડી ગયુ.  દુર્ઘટનાનો સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
 
પૂર્વી દિલ્હી. ભજનપુરા પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગાંવડીમાં જન્મદિવસ પર એક યુવકનુ ઓપન ડ્રેનેજમાં પડી જવાથી મોત થઈ ગયુ.  મૃતકની ઓળખ હરીશ બૈસલાના રૂપમાં થઈ. દુર્ઘટના  સમયે તે નાળાની દિવાલ પર બેસ્યો હતો. અચાનક સંતુલન બગડવાથી તે નિગમના ખુલ્લા ગોકલપુર નાળામાં જઈ પડ્યો. 

 
ફાયર બ્રિગેડ અને પોલીસે યુવકને ગટરમાંથી બહાર કાઢ્યો અને તેને જગ પ્રવેશચંદ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.  અકસ્માતનો સીસીટીવી વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભજનપુરા પોલીસ સ્ટેશને FIR દાખલ કરીને તપાસ હાથ ધરી છે.