મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 29 ડિસેમ્બર 2021 (13:33 IST)

જે યુવકે ચેહરા પર ફેક્યુ એસિડ, યુવતીએ તેની જ સાથે કરી લીધા લગ્ન

તુર્કીથી એક ખૂબ જ આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે . જ્યા એક યુવતીએ એ યુવક જોડે લગ્ન કર્યા છે જેણે એક સમયે તેના ચેહરા પર એસિડ ફેમ્ક્યુ હતુ. એટલુ જ નહી તેજાબ ફેંકનારી ઘટના પછી યુવતીની આંખ અને ચેહરાને એટલુ નુકશાન પહોંચ્યુ હતુ કે તેણે ફક્ત ત્રીસ ટકા જ દેખાય રહ્યુ છે.  તેમ છતા પણ યુવતીએ તેની સાથે લગ્ન કર્યા છે. આ મામલો સામે આવ્યા પછી દુનિયાભરમાં આ મામલાને લઈને તમામ પ્રકારની ચર્ચા થઈ રહી છે. આ સાથે જ બંનેની રિલેશનશિપની પણ લોકો આલોચના કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના તુર્કીની છે. ન્યૂયોર્ક પોસ્ટની એક રિપોર્ટ મુજબ, યુવતીનુ નામ બેરફિન ઓજેક છે અને યુવકનુ નામ કાસિમ ઓજન સેલ્ટી છે. 2019 માં યુવકે યુવતીના ચેહરા પર એસિડ ફેંકી દીધુ હતુ. આ બધુ ત્યારે થયુ જ્યારે બંને એ સમયે પણ રિલેશનશિપમાં હતા અને કોઈ વાતને લઈને બંને વચ્ચે લડાઈ થઈ ગઈ હતી. એટલુ જ નથી આ મામલે યુવકને જેલની સજા પણ થઈ હતી. 
 
 
રિપોર્ટ મુજબ આ દરમિયાન તે યુવક જેલમાંથી છૂટી ગયો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી યુવકે યુવતીની માફી માંગી અને તે કહેવા લાગ્યો કે તેને પોતાના આ કૃત્ય બદલ પછતાવો થઈ રહ્યો છે. ત્યારબાદ યુવતીએ સમગ્ર મામલો પરત લઈ લીધો અને યુવતી પર એસિડ ફેંકવાનો આખો મામલો બંધ કરી દેવામાં આવ્યો.  રિપોર્ટ મુજબ આ દરમિયાન તે યુવક જેલમાંથી છુટી ગયો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી યુવકે યુવતીની માફી માંગી અને સતત એવુ કહેવા લાગ્યો કે તેને પોતાના આ કરવા પર ખૂબ જ પછતાવો થઈ રહ્યો છે.  ત્યારબાદ યુવતીએ બધા કેસ પરત લઈ લીધા અને યુવક પર ચાલી રહેલ એસિડ ફેંકવાનો કેસ બંધ કરી દેવામાં આવ્યો. યુવતીએ પોતે જણાવ્યુ કે વર્ષો સુધી આ મામલે કાયદાકીય લડાઈ લદી પણ બધુ બરબાદ થઈ ગયુ છે અને પછી આ નિર્ણય લેવામાં આવ્યો. 
 
 
આ દરમિયાન બંને સાથે રહેવા લાગ્યા અને યુવકે તેન લગ્ન માટે પ્રપોઝ કર્યુ અને તેણે સ્વીકારી લીધુ. ત્યારબાદ લગ્નની તારીખ નક્કી થઈ અને યુવતીએ તાજેતરમાં જ યુવક સાથે લગ્ન કરી લીધા. રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે કે યુવતીના પિતા આ લગ્નથી ખુશ નથી. તેમણે જણાવ્યુ કે તેને કશુ પણ બતાવ્યા વગર લગ્ન કરી લીધા. મે તેના માટે વર્ષો સંઘર્ષ કર્યો છે. હવે બધુ બેકાર જતુ રહ્યુ છે. 
 
બીજી બાજુ જેવી યુવતીની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપવા માંડ્યા. કોઈને આ સ્ટોરી પસંદ પડી રહી છે તો અનેક લોકો એવા પણ છે જે યુવતીની આલોચના કરવા લાગ્યા. બીજી બાજુ કેટલાક લોકોનુ માનવુ છે કે આ યુવતીનો વ્યક્તિગત મામલો છે. તેમા કોઈ કશુ નથી કરી શકતુ.