રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (16:03 IST)

અમદાવાદમાં રહેતી સાળીને દિલ્હીમાં રહેતા બનેવીએ વોટ્સએપ પર નગ્ન ફોટા અને ગંદી ગાળો બોલતા રેકોર્ડિંગ મોકલ્યાં

અમદાવાદમાં પારિવારિક સંબંધોને લઈને એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં પરિવાર સાથે રહેતી એક યુવતીનું ચારિત્ર્ય બગાડવા તથા તેનો ઘરસંસાર તોડવાના ઈરાદે તેના બનેવીએ વોટ્સએપ પર ગંદા મેસેજો અને ફોટા અને ઓડિયો રેકોર્ડિંગ મોકલીને હેરાન કરવાની કોશિષ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતી યુવતી સાસરીમાં પરિવાર સાથે રહે છે. તેનો પતિ છુટક ધંધો કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. આ યુવતીની છ બહેનો છે. જેમાં ત્રીજા નંબરની બહેને પોતાની મરજી પ્રમાણે લગ્ન કરેલ હોવાથી તેના યુવતી સાથે કોઈ પારિવારિક સંબંધ નથી. જેથી તેણે પોતાના લગ્નમાં આ ત્રીજા નંબરની બહેનને બોલાવી નહોતી. આ બાબતથી બનેવીને લાગી આવ્યું હતું. યુવતીની ત્રીજા નંબરની બહેન હાલમાં પતિ સાથે દિલ્હી રહે છે. તેના પતિ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી ફરિયાદી યુવતીના વોટ્સએપ પર ગંદી ગાળો બોલતા રેકોર્ડિંગ, ગંદા મેસેજ મોકલવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં બનેવી ફરિયાદી યુવતીને શારિરીક સંબંધ બાંધવાનું પણ કહે છે. બનેવી મેસેજ કરીને ફરિયાદી યુવતી તથા તેના પતિને મારી નાંખવાની ધમકીઓ આપે છે. યુવતીએ તેની બહેનનો ઘરસંસાર તુટે નહીં અને સમાજમાં નામ બગડે નહીં તે માટે ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ હવે યુવતીએ બનેવીની આવી હરકતોથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.