શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (14:37 IST)

કાકીએ ઓળંગી સંબંધોની મર્યાદા, ભત્રીજાના પ્રેમમાં પડી, ઇંસ્ટાગ્રામની મદદથી પોલીસે પકડે પાડ્યા

આજના મોર્ડન જમાનામાં લગ્નેત્તર સંબંધો સામાન્ય્ય વાત થઇ છે ક્યારેક ક્યારેક એવા કિસ્સા સામે આવે છે જેને સાંભળીને સંબંધો પર શંકા ઉપજવા લાગે છે. ત્યારે અમદાવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાકી ભત્રીજાના પ્રેમ પ્રકરણનો પર્દાફાશ થયો હતો. બંને વચ્ચે પ્રેમ થતાં બંને ઘરેથી ભગી ગય્યા હતા. 
કાકી ઘરમાંથી અચાનક ગુમ થઈ જતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.
 
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી બત્રીસ વર્ષની કાકી અને બાપુનગરમાં રહેતો ભત્રીજો અચાનક ગુમ થતાં  બંને પરિવાર કાકી અને ભત્રીજાને શોધવામાં લાગ્યા હતા.
 
ભત્રીજો થલતેજમાં દુકાન ધરાવે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાકી સાબરમતી વિસ્તારમાં ભાડાંના એક રૂમમાં બાર કલાક રોકાઈ હતી. આ દરમિયાન કાકીને ભત્રીજો મળતાં બંને તે જ રાત્રે મુંબઈ ભાગી ગયા હતા. આ અંગે કાકી અને ભત્રીજાના પરિવારજનોએ તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયાની ફરિયાદો નોંધાવી છે.
 
જેને લઇને પોલીસે તપાસનો દૌર શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે, બંનેએ દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં આવેલા જાણીતા માર્કેટમાં 18000ની કિંમતનો મોબાઈલ 6000 રૂપિયામાં વેચી દીધો છે. જે બાદ પરિવારના સભ્યોએ મુંબઈ પહોંચી આ માર્કેટમાંથી પૈસા આપીને મોબાઈલ પરત લીધો હતો.
 
થોડા વરસ પહેલા કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમપ્રકરણની વાત પરિવાર સામે આવી હતી. જે તે સમયે બંનેને ઠપકો આપીને આ વાત દબાવી દીધી હતી. પરંતુ હવે ફરીથી આ બાબતે પરિવારજનો તેમને શોધવા માટે ફાંફા મારી રહ્યા છે. 
 
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદથી નાસી ગયેલા કાકી અને ભત્રીજો ઇન્સ્ટાગ્રામ પર ખોટા આઈડી બનાવીને વાતો કરતા હતા. આ સાથે ઉચ્ચ અભ્યાસ કરતાં ભત્રીજાએ ઇન્સ્ટાગ્રામથી પોલીસ પોતાને પકડી ન શકે તે માટે શું કરવું, તેમ જ ભારતના કયા વિસ્તારમાં સસ્તું મકાન મળે છે, કમાણી કરવા તથા અન્ય રાજ્યમાં જવા માટે અમદાવાદના કયા વિસ્તારમાંથી બસ મળી શકશે તેની પણ તપાસ કરી હતી.