1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (13:18 IST)

છત્તીસગઢ - લગ્નના રિસેપ્શન માટે તૈયાર થવા રૂમમાં ગયા વર-વધુ, દરવાજો ખોલ્યો તો મળી બંનેની લાશ

murder marriage
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક રૂમમાં વર અને વધુની લાશ મળવાથી હડકંપ મચી ગયો. રિસેપ્શન પાર્ટી માટે તૈયાર થવા માટે રૂમમાં આવેલા વરરાજાએ પહેલા પોતાની પત્નીની ચાકુથી હત્યા કરી નાખી અને ત્યારબાદ સુસાઈડ કરી લીધુ. આ ઘટના રાયપુરના ટિકરાપારા વિસ્તારની છે. 
 
રાયપુરના ટિકરાપારા વિસ્તારમાં એક વર અને વધુની લાશ રૂમમાં મળી છે. બંનેના લગ્ન ગઈ રાત્રે 19 ફેબ્રુઆરીના રોજ થયા હતા.  જ્યારબાદ 21 ફેબ્રુઆરીના રોજ રિસેપ્શન પાર્ટી માટે બંને એક જ રૂમમાં તૈયાર થવા માટે ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો. જ્યારબાદ વરરાજા અસલમે પોતાની બેગમ કહકશા બાનો પર ચાકુથી હુમલો કરી દીધો. 
 
આ હુમલામાં દુલ્હન ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારબાદ અસલમે પોતાને પણ ચાકુ મારી દીધું હતું. , બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેના મોત થયા હતા. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
 
 મળતી માહિતી મુજબ, સંતોષી નગર નઈ બસ્તીના રહેવાસી અસલમના લગ્ન 19 ફેબ્રુઆરીએ રાજાતલબની રહેવાસી કહકાશા બાનો સાથે થયા હતા. 21 ફેબ્રુઆરીએ બંનેના લગ્નનું રિસેપ્શન હતું. તેની તૈયારીમાં બંનેના સભ્યો હતા. આ દરમિયાન બંને તૈયાર થવા માટે રૂમમાં ગયા હતા અને બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.મામલો એટલો વધી ગયો હતો કે વરરાજાએ દુલ્હનને લાકડી મારી અને પછી પોતાને છરીના ઘા મારીને ઈજા કરી હતી.
 
ઘટનાની જાણ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં બંનેના મોત થયા હતા. બંનેએ આ પગલું કેમ ભર્યું, તેની માહિતી મળી શકી નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.