બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 27 એપ્રિલ 2022 (10:51 IST)

વડોદરાના મકરપુરા વિસ્તારમાં પૂર્વ પ્રેમીની ધમકી, ‘તું છોકરાઓ સાથે ફરી દેખાઈ તો મારી નાખીશ’

મકરપુરા વિસ્તારમાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ યુવતીને વારંવાર સંબંધ રાખવા દબાણ કરતો હતો. આખરે બોયફ્રેન્ડને પાઠ ભણાવવા યુવતીએ મકરપુરા પોલીસમાં ફરિયાદ કરી છે. 19 વર્ષીય રેખા (નામ બદલ્યું છે)નો દોઢ વર્ષથી મકરપુરાના તરંગ સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો. તરંગના શંકાશીલ સ્વભાવને કારણે અવાર-નવાર ઝઘડા થતા હતા. કંટાળીને રેખાએ તેની સાથેના સંબંધોનો અંત આણ્યો હતો. છતાં રેખા જ્યાં જાય ત્યાં તે તેનો પીછો કરતો હતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો.

સોમવારે રેખા ટ્યૂશન ક્લાસમાંથી છૂટી મિત્રો સાથે વાતો કરતી હતી ત્યારે અચાનક તરંગે રેખાને કહ્યું હતું કે, તું આ છોકરાઓ સાથે અહીંયાં કેમ ઊભી છે? કેમ વાતો કરે છે? રેખાએ તરંગને અપશબ્દો બોલવાની ના પાડતાં તેણે બધાની સામે રેખાને 3-4 લાફા મારી દીધા હતા અને ધમકી આપી હતી કે, જો હવે તું આ છોકરાઓ સાથે ગમે ત્યાં ફરીવાર દેખાઈ તો તને જાનથી મારી નાખીશ. આવી ધમકી આપ્યા બાદ તરંગ ત્યાંથી ભાગી ગયો હતો.ધમકીના કારણે રેખાએ સમગ્ર બાબત વિશે પોતાના પરીવારમાં વાત કરી હતી, જેથી પરીવારે ગંભીરતા સમજીને તરંગ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરંગને શોધવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.