ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (12:08 IST)

વડોદરાની પરિણિતાને પૂર્વ પ્રેમીની ધમકી 'મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ'

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં પતિ સાથે રહેતી એક પરિણિતાએ વલસાડના યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખતા પરિણિતાના અંગત ફોટો તેના પતિને મોકલી આપવા અને પ્રેમ સંબંધ નહીં રાખે તો તેને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ફોન પર ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. 
 
પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરાની પરિણિતાને પાંચ વર્ષ અગાઉ વલસાડના પારડી ગામે રહેતા કેતન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ પરિણિતાને જાણ થઇ હતી કે કેતન અગાઉથી પરિણિત છે તેથી તેણે સંબંધ તોડી નાખ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા કેતને ગત ફેબ્રુઆરી મહિનાથી આજદીન સુધી અલગ અલગ ચાર મોબાઇલ નંબર પરથી પરિણિતાને ધમકી આપી હતી કે તુ મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો આપણા બંનેના પ્રેમ સંબંધના ફોટા તથા ઓડીયો મેસેજ તારા પતિને વોટ્સએપથી મોકલી આપીશ. તુ મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ. ત્યા સુધી કે કેતને પરિણિતાના પતિને પણ ફોન કરીને ધમકી આપી હતી કે જો તુ તારી પત્ની સાથે સંબંધ રાખીશ તો હું તને જાનથી મારી નાખીશ. આ સાથે જ કેતને પરિણિતાના પતિને અભદ્ર શબ્દો પણ કહ્યા હતાં. મકરપુરા પોલીસે મહિલાના પતિની ફરિયાદને આધારે કેતન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.