1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (10:50 IST)

BHOPAL SUICIDE CASE: પત્નીથી દુ:ખી થઈને પ્રોપર્ટી ડીલરે કરી આત્મહત્યા, જેની સાથે કર્યા લવ મેરેજ એ જ બની મોતનુ કારણ

suicide
BHOPAL: કહેવાય છે કે એ ઈશ્ક નહી આસાન... આગ કા દરિયા હૈ ઔર કૂદ કે જાના હૈ.. કંઈક આવુ જ થયુ ભોપાલમાં એક વેપારી સાથે જેણે લવ મેરેજ કર્યા અને આ લવ મેરેજ જ તેના મોતનુ કારણ બન્યુ.  ભોપાલના કોલારમાં રહેનારા પ્રોપર્ટી ડીલરે પત્નીથી તંગ થઈને બુધવારે આત્મહત્યા કરી લીધી. તેની લાશ ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. આપઘાત કરતા પહેલા તેણે પરિવારના વોટ્સએપ ગ્રુપમાં સુસાઈડ નોટ અને વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પત્નીથી નારાજ હોવાની વાત કરી છે. 14 વર્ષ પહેલા તેણે બ્યુટિશિયન આરતી કુશવાહ સાથે લવ મેરેજ કર્યા હતા. વીડિયોમાં તે તેની પત્નીને કહી રહ્યો છે કે તારા કારણે હું ફાંસી પર લટકી રહ્યો છું. આ ઉપરાંત તેણે સાસરીયાઓ પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે મૃત્યુ માટે સસરા ગણેશ સિંહ કુશવાહ, સાસુ શશિ કુશવાહ, સાળો અવનીશ કુશવાહ, પત્ની આરતી કુશવાહ, ફોઈ મમતા સિંહને જવાબદાર ઠેરવ્યા છે. 
 
જાણો શુ છે વિગત 
 
મળતી માહિતી મુજબ, વિનય રજક કોલારમાં રહેતો પ્રોપર્ટી ડીલર (36) હતો. તેના ભાઈ વીરેન્દ્ર રજકે જણાવ્યું કે 14 વર્ષ પહેલા તેણે બ્યુટિશિયન આરતી કુશવાહ સાથે લવ મેરેજ કર્યા હતા. આરતીના વર્તનને કારણે ભાઈ અલગ રહેવા લાગ્યા. તેમનો સંબંધ આઠ-દસ વર્ષ સુધી સારો ચાલ્યો. બંનેને બે દીકરીઓ છે. બે-ત્રણ વર્ષ પહેલાથી બંને વચ્ચે તનાવ વધી ગયો. ભાઈએ અમને કંઈ કહ્યું નહીં. તાજેતરમાં ખબર પડી કે ભાઈને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા હેરાન કરવામાં આવે છે. તેની પત્ની કહેતી હતી કે હું ફરીથી લગ્ન કરીશ. કહેતી હતી કે  - તમે મરી જાઓ. ઘણી વખત અમે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પણ આરતી રાજી ન થઈ. 10 માર્ચે તેણે કોર્ટમાંથી છૂટાછેડાની નોટિસ મોકલી હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે પુત્ર જન્મ આપવા માટે પતિ તેને મારતો હતો. બુધવારે તેણે ફાંસી લગાવી લીધી.
 
13 જાન્યુઆરીથી પત્ની પિયરમાં રહેતી હતી 
 
વિનયના ભાઈએ જણાવ્યું કે 13 જાન્યુઆરીના રોજ આરતી તેના પતિને છોડીને તેના મામાના ઘરે ગઈ હતી. સાથે તેની દીકરીઓને પણ ગઈ હતી. જેના કારણે ભાઈએ જાન્યુઆરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે પડોશીઓએ તેને બચાવી લીધો હતો. ગયા અઠવાડિયે આરતીએ દીકરીઓ સાથે વાત કરાવવાનું પણ બંધ કરી દીધું હતું, એટલે ભાઈ ટેન્શનમાં આવી ગયા હશે. 
 
વીડિયોમાં કહ્યું- પત્ની, સાસુ, સસરાએ મને જીવવા ન દીધો..
 
હુ જીવવા માંગતો હતો પણ મને જીવવા ન દીધો. મને આત્મહત્યા કરવા ઉશ્કેર્યો. મને દરેક રીતે હેરાન કરે છે. એવો પણ આરોપ લગાવો કે તમે નીચલી જાતિના છો. મારી પત્ની આરતી જેને હું દિલથી પ્રેમ કરતો હતો, જેની સાથે મેં લવ મેરેજ કર્યા હતા. આજે તેણે મારી સાથે દગો કર્યો  છે અને મારા ઘરમાંથી ઘણાં દાગીના લઈ લીધા છે. આ પહેલા વર્ષ 2013માં પણ તે ઘરમાથી ઘરેણાં લઈ ગઈ હતી. તેણે મને ખોટુ કહ્યુ.. માર માર્યો અને ત્રાસ આપ્યો. મારી બંને ફૂલ જેવી છોકરીઓથી મને દૂર કરી દીધો. હું હંમેશા તેમના સુખ-દુઃખમાં મદદ કરતો. પરંતુ મારી પત્ની તેના માતા-પિતાની વાતોમાં આવીને કહે છે કે તુ આત્મહત્યા કરી લે, તુ મરી જા. હું હંમેશા મારી પત્નીને સારી રાખવા માંગતો હતો...મને ન્યાય જોઈએ છે. મને ન્યાય મળવો જોઈએ, શું ગરીબોની વાત સાંભળવામાં આવતી નથી? આ લોકો પૈસાવાળા લોકો છે, પૈસાના જોરે કંઈ પણ કરી શકે છે. જો મને ન્યાય નહીં મળે તો મારો આત્મા ભટકશે.